Abtak Media Google News

ગોંડલ રોડ અને ગાંધીગ્રામની દુકાનમાં આયુર્વેદિક ઔષધીના નામે ધુમ વેચાણથી યુવા અને શ્રમિકો બરબાદ: નમુના પરીક્ષણ અર્થે મોકલ્યા

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા એ દારૂબંધીનો કડક અમલ કરવા આપેલી સુચનાને પગલે પોલીસ દ્વારા બુટલેગરો પર તૂટી પડતા દારૂના ભાવમાં ઉછાળો આવતા દારૂના બંધાણીના ખિસ્સાને ન પોસાતા સ્લમ અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારનાં શ્રમિકો સસ્તો નશો કરી પોતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાની અને આયુર્વેદિક ઔષધીના નામે પડીકીનું ધૂમ વેચાણ થતુ હોવાની અને યુવા ધન બરબાદ થઈ રહ્યાનું પોલીસ કમિશ્નરને ધ્યાને આવતા શહેરમાં બે સ્થળે દરોડા પાડી નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડયો છે.

શહેરનાં ગોંડલ રોડ નજીક કોમ્પ્લેક્ષમાં જયરામનાથ એજન્સી અને ગાંધીગ્રામ વિસ્તારમાં પાનની દુકાનમાં દરોડો પાડી નશીલા પદાર્થની ૫૨૦૭ પડીકીનો જથ્થો કબ્જે કરી બે વેપારીની ધરપકડ કરી કયા કયાં વેચાણ કર્યું તેના મૂળ સુધી પહોચવા અને નમુનાનું પરિક્ષણ અર્થે એફ..એસ.એલ.માં મોકલવામા આવી છે.વધુ વિગત મુજબ શહેરમાં ઘણા સમયથી આરોગ્ય સાથે ચેડા કરી નશાકારક પદાર્થોનુ ધુમ વેંચાણ થતુ હોવાની મળેલી ફરીયાદને પગલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કડક હાથે કામ લેવા આપેલી સુચનાને પગલે એસ.પી. જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ. આર.વાય.રાવલ અને પી.એસ.આઈ. એમ.એસ.અનસારી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ સામે આવેલા હિમાલીયા કોમ્પ્લેક્ષમાં જય રામનાથ સેલ્સ એજન્સીના સંચાલક રાજેષ વલ્લભ ભેડા નામના વેપારી નશાકારક પડીકીનુ વેંચાણ કરતા હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રૂા.૫૦૮૦ ની કીંમતની પડીકીનો જથ્થા સાથે રાજેશ ભેડાની ધરપકડ કરી પોલીસે ઝડપેલી પડીકીના નમુના એફએસએલમાં પરીક્ષણ અર્થે મોકલવા તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીગ્રામ વિસ્તારમાં સ્લમ અને શાળા-કોલેજ તેમજ હોસ્ટેલની આસપાસ વિસ્તારનાં પાનના ગલ્લામાં નશીલા યુકત સસ્તામાં પડીકીનું વેંચાણ થતુ હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ્ટેબલ ખોડુભા જાડેજા અને વનરાજભાઈ લાવડીયાને મળેલી બાતમીનાં આધારે દિપક સોસાયટીના મદ્રેસા સામે ‘રવરાય’ પાન એન્ડ કોલ્ડ્રીંક નામની દુકાનમાં આયુર્ંવેદિક ઔષધી નામે પડીકીનું વેંચાણ થતુ હોવાના આધારે સ્ટાફે દરોડો પાડી દુકાનમાંથી ૧૩ પડીકી સાથે ધર્મરાજ સોસાયટીમાં રહેતો આનંદ પ્રભાત ચાવડાની ધરપક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

શાપરમાં નશીલી ચોકલેટનું વેચાણ કરતા બે પરપ્રાંતીય શ્રમિકો ઝડપાયા

પડીકીમાં નશાનું પ્રમાણ કેટલું ? એફએસએલએ ગાંધીનગર મોકલી

રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારોમાં પાન અને કિરાણાની દુકાનમાં ચોકલેટના ઓઠા હેઠળ નશીલી ગોળીઓનું વેચાણ કરતા બે પરપ્રાંતિય શ્રમિકોને એલસીબીની ટીમે ઝડપી લઈ ઓરડીમાંથી ૪૦ પડીકી કબજે કરી એફએસએલ અર્થે ગાંધીનગર મોકલી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં બે શ્રમિકો પોતાની ઓરડીમાં તરંગ વિજયવાટી આયુર્વેદિક ઔષધી ઈન્દોર લખેલી ચોકલેટી પડીકીનું છુટક વેચાણ કરતા હોવાની બાતમીના આધારે રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ, મયુરસિંહ જાડેજાની ટીમે દરોડો પાડી રંજન કિશીનચંદ્ર રાય (ઉ.વ.૩૬) (રહે.શાપર વેરાવળ, પાંચાપીપળા પાસે ઓરડી)માં, બસંત બનકૃષ્ણ પ્રધાન (ઉ.વ.૨૬) (રહે.શાંતીધામ સોસાયટી)ની ધરપકડ કરી ઓરડીમાંથી ૪૦ પડીકી કિંમત રૂા.૯૮૦ની કબજે કરી હતી. પોલીસે નશાકારક પડીકીને ગાંધીનગર એફએસએલ અર્થે મોકલી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.