Abtak Media Google News

બાલભવન ખાતે તાજેતરમાં બાલમહોત્સવમાં ૫ થી ૧૬ વર્ષ સુધીનાં ભાગ લેનાર બાળકો માટે રમત-ગમત  સ્પર્ધાનું  આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શનિવારના રોજ સ્લો સાયકલીંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાલભવનના ટ્રસ્ટી ડો.હેલીબેન ત્રિવેદીએ તથા કિરીટભાઈ વ્યાસે  સ્પર્ધાનું ઉદ્ઘાટન કરેલ.

આ સ્લો સાયકલીંગ સ્પર્ધામાં ૪૫૦ જેટલા બાળકોએ ભાગ લીધેલ.જેમાં ભાઈઓમાં પ્રથમ નંબરે પૂર્વરાજ આર.ચુડાસમા, તપોવન સ્કૂલના દ્વિતીય ક્રમે કૃષિક ડી.ચાવડા, ત્રીજા ક્રમે  પ્રેમચંદ વી.ચૌહાણ,  વિરાણી સ્કૂલના ચોથા ક્રમે આરિફ એ.માલી બાગવાન, ગૌતમ સ્કૂલ પાંચમાં ક્રમે દિપેશ બી.સાઉદ લાલ બહાદુર અ.મા.સ્કૂલ વિજેતા બનેલ. તથા બહેનોમાં પ્રથમક્રમે  નિયતી એન.ચાવડા,વી.જે મોદી સ્કૂલ બીજા ક્રમે  માનસી વી. વેકરીયા,મહાત્મા ગાંધી સ્કૂલ તથા ત્રીજા નંબરે પ્રતિક્ષા પી.ચોવટીયા, ચોથા ક્રમે  અક્ષા આઈ.કડીવાર વી.જે.મોદી સ્કૂલ પાંચમાં કર્મ શિવાંગી કે.ખાદા મહાત્મા ગાંધી સ્કૂલ વિજેતા બનેલ.વિજેતાને મહેમાનો ગીરાબેન દવે, માતૃમંદિર અ.મા.હાઈસ્કુલ તથા લીનાબેન ત્રિવેદી,મા આનંદમયી ક્ધયા વિદ્યાલય હસ્તે ઈનામો,શિલ્ડ મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.તેમજ બધા સ્પર્ધકોને ફુડ પેકેટ આપવામાં આવેલા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.