Abtak Media Google News

સુરતની મીઠાઈની દુકાનના સીસીટીવી ફુટેજના આધારે ત્રાસવાદી સંગઠન સાથે સંકળાયેલા શખ્સોની એટીએસે કરી ધરપકડ

જેલમાં હત્યાના પ્લાનીંગની ચર્ચાની માહિતી આધારે એટીએસ સુરતમાં ત્રાટકી લખનૌના હિન્દુ મહાસભાના પુર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની ક્રુર હત્યાનું કનેકશન સુરતમાં: સુરતના અડધો ડઝનથી વધુ શકમંદોની અજ્ઞાત સ્થળે પૂછપરછ : સુરતની મીઠાઇની દુકાનના સીસીટીવી ફુટેજ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે ચેક કરતા જ આઇએસઆઇએસ સાથે કનેકશન ધરાવતા કુવિખ્યાત ચહેરા નજરે ચઢેલા: આઇએસઆઇએસ સાથે સંકળાયેલા ઉબેદ અને કાસીમને ભૂતકાળમાં પણ એટીએસે દબોચેલા રાજકોટ, તા.,  ૧૯: ઉતરપ્રદેશના લખનૌના હિન્દુ મહાસભાના પુર્વ અધ્યક્ષ કે જેઓએ ગોડસેનું મંદિર બનાવવાની જાહેરાત કરવા સાથે ઇસ્લામના સર્વોચ્ચ ધર્મગુરૂ અંગે આપતીજનક ટીપ્પણી કરી હતી તેવા કમલેશ  તિવારીની ગળુ કાપી ક્રુર હત્યા કરવાના ચકચારી મામલામાં એટીએસ અને સુરત પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટના  નેતૃત્વ હેઠળની ક્રાઇમ બ્રાન્ચ ટીમે મદદમાં રહી અડધો ડઝનથી વધુ શખ્સોને ઝડપી લઇ તેઓની અજ્ઞાત સ્થળે પુછપરછ ચાલી રહયાના અહેવાલને  સાથેની વાતચીતમાં સુરતના પોલીસ કમિશ્નરે સમર્થન આપ્યું છે.  વિશેષમાં પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટે  ઉતર પ્રદેશ પોલીસે સતાવાર રીતે સુરત પોલીસની  મદદ માંગ્યાની વાતને સમર્થન આપ્યું ન હતું. હત્યારાઓ ઉબેદ મીર્ઝા અને કાસીમ  જે મીઠાઇના ડબ્બામાં ચાકુ અને તમંચો લઇ  કમલેશ તીવારીની હત્યા કરવા માટે ગયેલા તે મીઠાઇનો ડબ્બો સુરતના ઉધના વિસ્તારનો હોવાનું એટીએસની એક તપાસ દરમિયાન ખુલવા પામતા જ એટીએસ ટીમે સુરતના પોલીસ કમિશ્નરનો સંપર્ક સાધી તે વિસ્તારમાં આવેલી મીઠાઇ દુકાન નજીકના તથા આસપાસના સ્થળના સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા. અત્રે યાદ રહે કે બંન્ને શકમંદ શખ્સો આઇએસઆઇએસ સાથે સંકળાયેલા હોવાનું અને ર૦૧૭માં ગુજરાત ત્રાસવાદી વિરોધી દળે તેઓની ધરપકડ પણ કરી હતી.

એક એવી વાત પણ બહાર આવી છે કે એક સમયે  ઉબેદ મીર્ઝા અને કાસીમ અંદરોઅંદર હિન્દુ મહાસભાના પુર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની  હત્યાની ચર્ચાઓ કરેલી આ માહિતી આધારે એટીએસની એક ટીમ સુરત તથા એક ટીમ  યુપી પહોંચ્યાનું પણ અને ઉતરપ્રદેશી પોલીસને મદદ કરી રહયાનું પણ ઉચ્ચ પોલીસ સુત્રોએ  જણાવ્યું હતું. હત્યા બાદ ગંભીર હાલતમાં કમલેશ તિવારીને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. હત્યા પહેલા આરોપીઓ દ્વારા કમલેશ તીવારીને એક ફોન પણ કરાયાનું બહાર આવ્યું છે. કમલેશ તીવારીની હત્યા બાદ લખનોમાં ભારે રોષ ફાટી નિકળેલ અને દુકાનોમાં તોડફોડ અને ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.