Abtak Media Google News

ત્રણ દેશની યાત્રાએ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે સિંગાપોરમાં બીજો દિવસ છે. શુક્રવારે પ્રેસિડેન્શિયલ પેલેસમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમા યાકુબ સાથે મુલાકાત કરી હતી. જોઈન્ટ પ્રેસકોન્ફરન્સમાં મોદીએ કહ્યું, સિંગાપોર ભારતની એફડીઆઈનો મુખ્ય સ્ત્રોત છે. ભારતીય કંપનીઓ સિંગાપોરનો ઉપયોગ એક સ્પ્રિંગ બોર્ડ તરીકે કરે છે. માદી આજે શાંગરી-લા ડાયલોગ્સમાં સ્પીચ પણ આપવાના છે. આવું પહેલીવાર થશે કે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન આ સંમેલનનામાં સંબોધન કરવાના છે. નોંધનીય છે કે, મોદીએ સિંગાપોરમાં ગુરુવારે બિઝનેસ સમિટના એક કાર્યક્રમમાં પણ સંબોધન કર્યું હતું.

સિંગાપોરની NTUમાં મોદી- કહ્યું 21મી સદી અશિયાની બનાવીએ

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ નાનયાંગ ટેક્નોલોજી યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું છે. તેમાં તેમણે કહ્યું છે કે, 21મી સદી એશિયાની બનાવવી છે. થોડા દિવસ પહેલાં હું ચીનના રાષ્ટ્રપતિ સાથે હતો. ત્યારે અમારો કોઈ એજન્ડા નહતો. મે ચીનના રાષ્ટ્રપતિને એક ડોક્યુમેન્ટ આપ્યો હતો.

તેમાં અમેરિકન યીનવર્સિટીના 2000 વર્ષના આર્થિક વિકાસ યાત્રા પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં એક તથ્ય એવું છે કે, 2000 વર્ષમાંથી 1600 વર્ષની દુનિયાની જીડીપીમાં 50 ટકા હિસ્સો ભારતનો છે. તેમાં માત્ર 300 વર્ષ જ પશ્ચિમનો પ્રભાવ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.