Abtak Media Google News

જાહેરમાં અપહરણ થતા પોલીસ મથકે વેપારીઓનાં ટોળેટોળા ઉમટયા

વઢવાણ પાસે આવેલા વિશ્વપ્રેમ પાર્કમાં રહેતા વેપારી નું જાહેરમાં બહાર રોડ ઉપર બોલાવી અને સફેદ કારમાં અપહરણકારો અપહરણ કરી જતા વઢવાણ શહેરમાં સન્નાટો મચી જવા પામ્યો છે ત્યારે વઢવાણથી ડિવિઝન પોલીસ મથક ખાતે જાણકારી મળતા વઢવાણ બી ડિવિઝન પોલીસ તપાસ માટે દોડી આવેલ હતી ત્યારે વઢવાણ બી ડિવિઝન ખાતે વેપારીઓના ટોળેટોળા મોડી રાત્રી સુધી એકઠા થયા હતા

વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકેથી હાલમાં જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણના દૂધની ડેરી પાસે આવેલા વિશ્વપ્રેમ પાર્કમાં રહેતા વેપારી અને સોનીનો વ્યવસાય કરતા શૈલેષ ભાઈ શશીકાંતભાઈ માંડલીયા દૂધની ડેરી પાસે આવેલ વિશ્વ પ્રેમ પાર્કમાં રહે છે ત્યારે એક નંબર વગરની સફેદ કાર આવી અને શૈલેષભાઈ શશીકાંતભાઈ માંડલિયા અપહરણ કરી જતા આખા વિસ્તારમાં સન્નાટો મચી જવા પામ્યો હતો ત્યારે આ અંગેની જાણકારી મળતાં સુરેન્દ્રનગર વઢવાણ સહિતના સોની વેપારીઓ એકઠા થયા હતા અને વઢવાણ બી ડિવિઝન ખાતે આ રીતે વેપારીના અપહરણ થતાં પોલીસ તંત્રમાં રજૂઆત કરી અને ભારે રોષ ઠાલવ્યો હતો પરંતુ હાલ હજુ સુધી અપહરણ થયેલ શૈલેષ ભાઈ શશીકાંતભાઈ માંડલિયા કે અપહરણકારોના કોઈ સગડ મળ્યા નથી જેના કારણે હાલ વેપારીઓમાં રોષ છવાયો છે પરિવારો ચિંતાતુર બન્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો વ્યવસ્થા કથળી હોવાનું ઠેરઠેર ચર્ચાઈ રહ્યું છે

૧૫ વર્ષના બાળકે બુમરાણ મચાવતા અપહરણકારો નાશી છૂટયાં

વઢવાણ પાસેના વિશ્વપ્રેમ પાર્કમાં શૈલેષભાઈ શશીકાંતભાઈ અપહરણ થયાની ચર્ચા સાથે ફરિયાદ નોંધાઈ છે અને ચકચાર મચી છે ત્યારે વઢવાણ શહેરના દેપાળ પાસે આવેલ સૌરાષ્ટ્ર ગામણી ની પાસે વઢવાણના અબોલ પીર  વિસ્તારમાં રહેતાં અમીનભાઇ ના પુત્ર અરમાન નું દેપાળ પાસે પસાર થતા હતા ત્યારે બે બુકાનીધારીઓ અચાનક ધસી આવી એને આ અરમાન ને ઝડપી પાડી અને મોટરમાં ઘસડી લઈ જવાની કોશિશ હાથ ધરી હતી પરંતુ ગભરાયેલા અરમાન બુમરાણ કરતા બંને બુકાનીધારીઓ અરમાન ને માર મારી મુકી અને નાસી છૂટયા હતા ત્યારે અરમાનએ ઘરે આવી અને તેના વાલીવારસોને જાણકારી આપતા અપહરણકારોને શોધવા માટે ૨૫ જેટલા યુવાનાએે શોધખોળ આદરી હતી પરંતુ આ પણ કરો ન મળતાં તે પરત ફર્યા હતા  આ વાતને લઈને ભારે ચર્ચા ચાલી છે

રેઢી મળેલી સ્વીફટ કાર અપહરણકારોની હોવાની શંકાએ કબ્જે કરાઈ

Img 20200210 092236 1

વઢવાણ પાસે આવેલા દૂધની ડેરી પાસે આવેલ વિશ્વ પ્રેમી પાર્કમાં રહેતા શૈલેષભાઈ સોની નું અપહરણ થતાં ભારે ખળભળાટ મચ્યો છે ત્યારે વઢવાણ દરબાર બોર્ડિંગ ની પાસે એક બિનવારસી સ્વીફ્ટ કાર મળી આવી છે જે અપહરણકારોની હોવાની હાલમાં શંકા વ્યક્ત થઈ રહી છે ત્યારે પોલીસે આ કારને કબજો કરી અને હાલમાં આ કારના નંબર ઉપર તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે હજુ સુધી કોઈ અપહરણકારોના કોઈ વાવડ કે સગડ મળ્યા નથી પરંતુ એક બિનવારસી કાર મળતાં જેના આધારે પણ તપાસ હાલમાં પોલીસે શરૂ કરી છે

સુરેન્દ્રનગરમા સોની બજાર બંધનું એલાન: મૌન રેલી, કલેકટરને આવેદનપત્ર

Img 20200210 095827

વઢવાણ પાસે સોનાચાંદીના વેપારીઓનું શૈલેષભાઈ માંડલીયા નું અપહરણની ઘટના બનતા સોની સમાજમાં ભારે રોષ છવાયો છે ત્યારે આજે સુરેન્દ્રનગર સોના ચાંદી એસોસિએશન દ્વારા આજે સુરેન્દ્રનગર વઢવાણ બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ની સોની બજાર બંધ રહી છે જ્યારે જાણવા મળતી વિગતો અનુસાર આજે ૧૧ વાગ્યે સોના ચાંદી એસોસિયેશનના વેપારીઓ દ્વારા મૌન રેલી યોજી અને જે વઢવાણના સોના-ચાંદીના વેપારીઓએ યુવાનનું અપહરણ થયું છે તેના વિરોધમાં એક રેલી યોજી અને  સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને ડીએસપીને આવેદનપત્ર આપી અને વિરોધ દર્શાવવામાં આવશે જ્યારે અવાર નવાર આવી બનતી ઘટનાઓ નો વિરોધ દર્શાવી અને સોની વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવનાર છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર વઢવાણ અને ધરાનગર સહિતની સોના-ચાંદીની દુકાન નો જડબેસલાક બંધ રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.