Abtak Media Google News

૧૧મી સુધી ફોર્મ જમા કરાવી શકાશે: ૧૯મીએ પ્રથમ ઓડીશન રાઉન્ડ: આયોજકો અબતકની મુલાકાતે

કરાઓકે મ્યુઝીક પર ગીતો ગાવાનું હાલના સમયમાં ચલણ અને શોખ થઇ ગયો છે. લોકો આ શોખને હોંશે હોંશે માણી રહ્યા છે. હવે તો એન્ડ્રોઇન ફોન ઉપર ફ્રીમાં ઘણી બધી એપ્લીકેશન પણ કરાઓકે આધારીત છે. લોકો તેના જાણે વ્યસની થઇ ગયા છે. આ તો થઇ શોખની વાત ણ શોખ જાહેરમાં રજુ કરવા મળે તો શોખની મજા બેવડાય છે. આ માટે એક કરાઓકે સ્પર્ધા ઉત્તમ માઘ્યમ છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર સ્તરની મેગા કરાઓકે સીંગીગ સ્પર્ધા સળંગ ત્રીજા વર્ષે યોજવા જઇ રહી છે. એનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટ અને સીઝન્સ સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

બન્ને સંસ્થાઓ બે વર્ષથી સ્પર્ધા ફોજી રહી છે અને અનેક સીંગરો એમાંથી બહાર ઉભરી આવે છે. અને પોતે પ્રોફેશ્નલ સીગીંગ પણ કરતા થયા છે. ફરી આ વર્ષે પણ આ સ્પર્ધા યોજાઇ રહી છે. સૌથી મહત્વની વાત એ છેકે સમગ્ર આયોજન નિ:શુલ્ક છે. સ્પર્ધકે એ માટે કોઇ ફી આપવાની નથી.

એ માટેના ફોર્મ વિતરણ શરુ કરી દેવામાં આવ્યું છે.  ૧૧મી મે ૨૦૧૮ સુધી સ્વીકારવામાં આવશે. પહેલો ઓડીશન૧૯મી મે ૨૦૧૮થી યોજાશે.

કરાઓકે સીંગીંગ કુલ સ્પર્ધા ત્રણ રાઉન્ડમાં યોજાશે. સંસ્થાના આ દર્ધી આયોજનને લીધે દરેક સ્પર્ધકને પોતાની કલા રજુ કરવા એ રીતે ઉત્તમ પ્લેટફોર્મ મળશે. સ્પર્ધા સૌરાષ્ટ્ર પૂરતી જ સિમિત રાખવામાં આવી છે. અર્થાત સૌરાષ્ટ્ર વિસ્તાર સિવાયના સ્પર્ધકો ભાગ લઇ શકશે નહીં.

સ્પર્ધા બે કેટેગરીમાં યોજાશે. પ્રથમ કેટેગરીમાં ૮ થી ૧૮ વર્ષની ઉંમરના સ્પર્ધકો ભાગ લઇ શકશે. બીજી કેટેગરીમાં ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના સ્પર્ધકો ભાગ લઇ શકશે. ત્રણ રાઉન્ડમાં પ્રથમ રાઉન્ડ ઓડીશન, બીજો રાઉન્ડ સેમી ફાઇનલ અને અંતિમ રાઉન્ડ ફાઇનલનો રહેશે. સ્પર્ધા સૅપૂર્ણપણે કરાઓકે ટ્રેક આધારીત છે એટલે ટ્રેક સિવાય ગીતો ગાવાની છૂટ આપવામાં આવશે નહીં.

ફોર્મ ભરવાની અને ભરેલા ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૧ મે છે સ્પર્ધા માટેના ફોર્મ સિઝન્સ સ્કવેર મોલ, અમીન માર્ગ, સાગર ટાવર્સની સામે ખાતેથી મળી શકશે. વોટસ એપકે ફેસબુક પરથી મેળવેલું ફોર્મ પણ આપ િ૫્રન્ઠ કઢાવીને પણ જમા કરાવી શકશો. આ જ સરનામે પર ફોર્મ ફરીથી જમા કરાવવાના છે. ફોર્મ જમા કરાવવાનો સમય સવારે ૯ થી ૧ર વાગ્યા સુધી અને સાંજે ૪ વાગ્યાથી ૬ વાગ્યા સુધીનો રહેશે. વધુ વિગતો માટે મો. નં. ૯૫૩૭૭ ૫૦૯૯૯ નો ઉપરોકત સમયે સંપર્ક કરવા જણાવાયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.