Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતના લોકતંત્રને હવે પરિપકવ લોકશાહી નું સન્માન મળી રહ્યું છે આવતીકાલે તારીખ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૧ નો દિવસ સ્વતંત્ર ભારતના ઈતિહાસની તવારીખ માં સાત દાયકાની સફળ સફર મા વધુ એક વર્ષનો ઉમેરો થયો છે ભારતની લોકશાહી અને ખાસ કરીને ચૂંટણી વ્યવસ્થા ૨૧મી સદીના અનેક સર્જિત અને વિકસિત દેશો માટે આદર્શ વ્યવસ્થા તરીકે માર્ગદર્શક બની રહી છે, ત્યારે પ્રજાસત્તાક ભારત માં સંવિધાન ના નાગરિક ના મૂળભૂત અધિકારો અને લોકતાંત્રિક વ્યવસ્થા મા સતત શોધ ને લઈને પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાર્થક કરવાના ભગીરથ કાર્યો થઇ રહ્યા છે, ત્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખરા અર્થમાં સાર્થક થાય છે કે કેમ?એ પ્રશ્ન મનમાં આવ્યા વગર ન રહે, વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતાં ભારતમાં કાયદાના અનુશાસન અને નાગરિકોના મૌલિક અધિકારો ના જતન થી ભારતનું લોકતંત્ર વધુ ને વધુ મજબૂત બનતું જાય છે

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતની આર્થિક સામાજિક અને પ્રશાસનિક અનુભવની પાટી સાવ કોરી હતી, ભવિષ્ય ઉજ્વળ હતું પરંતુ વર્તમાન વ્યવસ્થા માં એકડે એકથી લોકતંત્રના પિરિયડ નો પ્રારંભ કરવાનો હતો, ત્યારે વર્તમાન શૂન્યાવકાશ અને ભવિષ્યના અવકાશનો સમન્વય કરવાનો મોટો પડકાર હતો રોટી કપડા અને મકાન ની પ્રાથમિક સુવિધાઓ ની સાથે સાથે બંધારણ ના અમલ ની રૂપરેખા અને કાયદાકીય અનુશાસનનું આખું માળખું તૈયાર કરવાનો પડકાર હતો ,ત્યારે શાસકોની  કોઠા સુજ અને માનવ અધિકારના પરિપ્રેક્ષ્યમાં રચાયેલા બંધારણની શક્તિથી પ્રજાસત્તાક રાષ્ટ્રના નિર્માણની અનેતેના વિકાસ ને ખૂબ જ આગળ લઈ જવા માટે રસ્તો ખુલ્લો હતો પ્રજાસત્તાક રાષ્ટ્રના આ નવા ઉદય થી શરૂ થયેલી ખરા અર્થની લોકતાંત્રિક સફર આજે સાત દાયકા બાદ સંપૂર્ણપણે પરિણામદાયી બની છે વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માંન ધરાવતા ભારતના લોકતંત્રના હાર્દ નાગરિકો ના મૌલિક અધિકારો, રાષ્ટ્રનું સુદ્રઢ નિર્માણ અને અનુશાસન ની વ્યવસ્થા થકી પ્રજાસત્તાક પર્વનો નાગરિકોને અવિર્ભાવ થાય તેવી વ્યવસ્થા થવી જોઈએ રોટી કપડા અને મકાન ની જરૂરિયાતો પૂરી પાડવાની પરિકલ્પના હવે વીતેલા સમય બની ગઈ છે અત્યારના યુગમાં દેશની ૧૩૫ કરોડ ની આબાદી ના મૌલિક અધિકારો નું વધુમાં વધુ પાલન થાય અને નાગરિકોને સાચા અર્થમાં પ્રજાસત્તાક રાષ્ટ્રની અનુભૂતિ થાય ત્યારે જ આપણી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની સાર્થકતા ગણાશે ,લોકતાંત્રિક રીતે ભારતની આઝાદી ૭૦વર્ષથી વધુની સફળ સફર કરી ચૂકી છે સાત દાયકા જેટલો સમય નાનો સુનો ન ગણાય ભારતની લોકતંત્ર ૨૧મી સદીના વિશ્વ માટે એક આદર્શ લોકતંત્ર બની રહ્યું છે ત્યારે નાગરિકોના મૌલિક અધિકારો નું પાલન અને પ્રજાને પ્રજાસત્તાક શાસન વ્યવસ્થાનો સાચો સંતોષ એ જ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ખરો અર્થ બની રહેવો જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.