સિઘ્ધાર્થ મલ્હોત્રાને બિગ-બીએ ગણાવ્યો ‘લંબી રેસ કા ઘોડા’

siddharth-malhotra
siddharth-malhotra

તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે દેશી વિદેશી સીતારાઓનો શુંભુ મેળો જામ્યો હતો. ફેસ્ટીવલના અંતિમ દિવસે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ખાસ ઉ૫સ્થિત હતા. ત્યારે સિઘ્ધાર્થ મલ્હોત્રાએ બચ્ચનને આદશાંજલિ (ટ્રિબ્યુટ) આપવા પરફોર્મ કર્યુૃ હતું.

અમિતાભના ગીતો પર સિઘ્ધાર્થે પરફોર્મ કર્યુ બાદમાં અમિતાભે સ્ટેજ પર જઇને તેને બિરદાવ્યો અને કહ્યું કે અગર અમારા જમાનામાં સિઘ્ધાર્થ મલ્હોત્રા જેવા ડેશિંગ સ્ટાર હોત તો મારો ગજ ન વાગત એકંદરે અમિતાભે સિઘ્ધાર્થને આલિયા ભટ્ટ સાથેની દોસ્તી અંગે સિઘ્ધાર્થ કહે છે કે આલિયા અને મારી વચ્ચે બધું ઓ.કે. છે.

તે શુટિંગમાં બિઝી છે. હું પણ ફિલ્મ ઐયારીનું શુટિંગ કરતો હતો. એકચ્યુલી હું જેકલીન સાથે અમારી ફિલ્મનું પ્રમોશન કરવા ફરતો હતો. તેથી અમારા ફોટા છપાતા હતા તે વખતે આલિયા ઓસ્ટ્રેલિયામાં હતી. તેથી લોકોએ મનઘડત કહાનીઓ રચી કાઢી. બાકી મને આલિયા પ્રત્યે ભારોભાર માન છે. અમારી એકમેક પ્રત્યેની લાગણી અકબંધ છે અને તેમાં કોઇ ફરક નથી પડવાનો.

સિઘ્ધાર્થ મલ્હોત્રા પાસે ઐયારી, સડક-ર, વિગેરે ફિલ્મો છે. જેમાંથી ઐયારીનું શુટીંગ પુરુ થઇ ગયું છે. ઐયારી માં તે પ્રથમ વખત ફૌજીની ભૂમિકા નિભાવી રહ્યો છે. સિડ ઉર્ફે સિઘ્ધાર્થના દાદા સેનામાં હતા. પપ્પા મર્ચન્ટ નેવી (નૌકા દળ)માં ઓફીસર છે.

એટલે ફૌજી પણું આમ તો તેના લોહીમાં છે. આ સિવાય સડક-રઅને તેની સાથે આલિયા ભટ્ટ હીરોઇન છે. બંને ફીલ્મો ભટ્ટ કેમ્પની છે. જો કે બંનેમાંથી એકે યનું શુટિંગ હજુ શરુ થયું નથી. કેમ કે આલુ ઉર્ફે આલિયા પાસે ડેટ નથી.

Loading...