Abtak Media Google News

સાત વર્ષની નાની વયે રામાયણ, મહાભારત તથા ઘનશ્યામ મહારાજના પ્રસંગો કંઠસ્થ

રાજકોટનાં બાળ હાસ્ય કલાકાર સિધ્ધરાજ સિંધવ ધોરણ ૨ માં અભ્યાસ કરે છે. અને માણસોને પેટ પકડીને હસાવવાની તેનામાં કુદરતી કળા છે. આટલી નાની વયે લોકોને હસાવવા એ ખરેખર અભૂતપૂર્વ સિધ્ધિ કહી શકાય. માત્ર સાત વર્ષની વયે ૪૪ જેટલાં પ્રસંગો જેમકે.ઘનશ્યામ મહારાજનાં પ્રસંગો, રામાયણ તા મહાભારતનાં પ્રસંગો વગેરે ખૂબ જ ખૂબીી મોઢે કંઠસ્ કર્યા છે. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસન દ્વારા સિધ્ધરાજ સિંધવને સતત પ્રેરિત કરવામાં આવી રહ્યો છે. ગુરુકુળનાં મહંત પ.પૂ. ગુરુ મહારાજ સદગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના સિધ્ધરાજ ઉપર ખૂબજ કૃપાદ્રષ્ટિ અને આશીર્વાદ છે.તદુ ઉપરાંત ગુરુકુળનાં અનેક સંતો દ્વારા સિધ્ધરાજમાં રહેલી અદભૂત શક્તિને નિખારવામાં પોતાનો અમૂલ્ય સમય આપીને સતત પ્રોત્સાહન કરે છે. છેલ્લા બે મહિનાી કોરોના ના કહેર વચ્ચે જે લોકડાઉનનો સમય ચાલી રહ્યી છે તેના ઉપર પણ બાળ હાસ્ય કલાકાર સિધ્ધરાજ સિંધવ પોતાની આગવી શૈલીમાં લોકોમાં જન જાગૃતિ અભયાન અંતર્ગત અનેક વાર ન્યુઝ ચેનલમાં પણ ઝળકી ચુક્યો છે.લોકડાઉનમાં ઘરે જ રહેવા માટે તેના ઘણા બધા વિડિઓ લોકપ્રિય યા છે. અને અનેક  ટીવીની ચેનલોમાં પણ ટેલીકાસ્ટ યા છે. જે ખરેખર સંતોના આશીર્વાદની બહુજ મોટી તાકાત હોય છે. યુ ટ્યૂબ ઉપર બાળ હાસ્ય કલાકાર સિધ્ધરાજ સિંધવનાં હાસ્યરસનો ખજાનો છે. અને અનેક વિડિઓ યુ ટ્યૂબ ઉપર ધૂમ મચાવી રહ્યા છે. અને લોકો ખૂબજ દિલી સિધ્ધરાજના વિડિઓ લાઇક પણ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.