ટીવી એડ, કોર્પોરેટ-શો, વેડીંગ-ઈવેન્ટ પ્લાનીંગ કરતી શ્યામલ ગ્રુપ ઓફ કંપની પાંખો વિસ્તારે છે: જામનગરમાં ય આપશે ‘સેવા’

રાજયના દરેક જિલ્લામાં વ્યાપ વધારવા જામનગરમાં પ્રથમ ફ્રેન્ચાઈઝી સાથે વિકાસની દોટ

રાજકોટની શ્યામલ ગ્રુપ ઓફ કંપની છેલ્લા પાંચ વર્ષથી બે વિભાગમાં કાર્યરત છે. શ્યામલ ઈન્ફોટેક પ્રા.લી. જે સંપૂર્ણપણે આઈ.ટી. ક્ષેત્રનું કામ કરે છે અને શ્યામલ મલ્ટી મીડિયા પ્રા.લિ. જે ટીવી એડ એજન્સી, કોર્પોરેટ શો, ઈવેન્ટ પ્લાનીંગ તેમજ વેડિંગ ઈવેન્ટ પર સંપૂર્ણ કાર્ય કરે છે. હાલ શ્યામલ ગ્રુપ ઓફ કંપનીએ પોતાની ફ્રેન્ચાઈઝીની શરૂઆત કરી છે જેની પ્રથમ ફ્રેન્ચાઈઝી જામનગર ખાતે શરૂ કરવામાં આવી છે. તેમજ જામનગરના તમામ ધંધાર્થીઓ માટે અમે હરહંમેશ જે છેલ્લા પાંચ મહિનાથી ધંધામાં વિકાસની ઝડપમાં અવરોધ આવ્યા છે તે અવરોધને સરળતાથી હટાવીને વિકાસની દોટ મુકવા શ્યામલ આઈટી વર્ક જે શ્યામલ ઈન્ફોટેક પ્રા.લિ. દ્વારા કાર્ય કરવામાં આવશે.

શ્યામલ ગ્રુપ ઓફ કંપનીના ફાઉન્ડર જયદિપભાઈ દોમડિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શ્યામલ ગ્રુપ ઓફ કંપની છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ ખાતે કાર્યરત છે અને ધંધાર્થીઓના હિતમાં કાર્ય કરતી આવી છે ત્યારે હવે અમારી શ્યામલ ગ્રુપ ઓફ કંપનીની ગુજરાતના દરેક જિલ્લાના ધંધાર્થીઓને લાભ મળે તેવા હેતુથી કંપનીની ફ્રેન્ચાઈઝી શરૂ કરી છે જેની પ્રથમ શરૂઆત જામનગર ખાતેથી કરવામાં આવી છે. છેલ્લા પાંચ મહિનાથી જે દરેક-ધંધા ક્ષેત્રે મંદી જોવા મળી છે. તેમજ ધંધાના વિકાસની પાંખોને વેગ આપવા શ્યામલ ગ્રુપ ઓફ કંપની દ્વારા શ્યામલ ઈન્ફોટેક પ્રા.લિ.માં આઈ.ટી. વર્ક તેમજ શ્યામલ મલ્ટીમીડિયા પ્રા.લી.માં ટીવી એડ એજન્સી, કોર્પોરેટ શો, ઈવેન્ટ પ્લાનીંગ તેમજ વેડિંગ ઈવેન્ટ પર સંપૂર્ણ કાર્ય કરશે. છેલ્લા પાંચ મહિનાથી થયેલા દરેક ધંધાઓને નવી વિકાસની પાંખો મળી રહે તેવી કામગીરી કરશે.

Loading...