શ્વેતાનું ચટાકેદાર મનોરંજન…..

પોતાની ‘પ્રાઈવેટ’ વાતોની ઓડિયો ક્લિપ વાઇરલ થવાને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ બની શ્વેતા,જાણો કેવી હતી વાતો 

સોશિયલ મીડિયા પર અવાર નવાર લોકો વિવિધ કારણોને લીધે ચર્ચામાં હોય છે. વિવિધ મીમ દ્વારા લોકો જે તે વ્યક્તિને ટ્રોલ કરતા હોય છે અને મનોરંજન મેળવતા હોય છે.હાલમાં સોશિયલ મીડિયામાં હેશ્ટેગ શ્વેતાનાં નામથી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેના દ્વારા લોકો ખૂબ મનોરંજન મેળવી રહ્યા છે.

કોરોના વાયરસનાં કારણે કંપનીના કર્મચારીઓને ઓનલાઇન કામ જ કરવું પડે છે. આવી જ રીતે શ્વેતા પોતાની વર્ક મિટિંગ ચાલુ કર્યા બાદ પોતાનું માઇક બંધ કરતા ભૂલી ગઈ હતી અને તે જ સમયે તે પોતાની બહેપણી સાથે વાત કરી રહી હતી.શ્વેતાની વાતો પબ્લિકલી સાંભળવા લાયક ન હતી. મિટિંગમાં બધા જ લોકએ વારંવાર શ્વેતાને જણાવ્યું કે શ્વેતા માઈક બંધ કરી દયો,શ્વેતા તમારું માઈક ચાલુ છે પરંતુ શ્વેતા પોતાની ધૂનમાં જ મસ્ત હતી.

શ્વેતાની આ ઓડિયો ક્લિપ સાંભળીને લોકોએ દ્વારા સોશિયલ મીડિયામાં વિવિધ મિમ પણ વાયરલ થવા લાગ્યા છે.આ કલીપમાં શ્વેતા તેની બહેનપણીને પોતાના ફ્રેન્ડ પંડિત અને તેની ગલફ્રેન્ડ  વચ્ચેના શારીરિક સંબંધની વાત કરી રહી હતી. તેની આ પર્સનલ વાતો 111 લોકો સાંભળી વર્ક મિટિંગમાં સાંભળી રહ્યા હતા . શ્વેતાની આ ઓડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં #shwetayourmicisonના ટ્રેન્ડિંગમાં છે.

Loading...