Abtak Media Google News

કાલે સાંજે પાંચ વાગ્યે સત્યનારાયણની કથા તેમજ રાત્રે દાંડીયા રાસ સ્૫ર્ધા યોજાશે

ત્રિકોણબાગ કા રાજાનો ગણપતિ મહોત્સવ સમાપન તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે શહેરના ભાવિકો વિશાળ સંખ્યામાં હાજરી આપીને દેવા ધિ દેવ ગણપતિજીના દર્શન, પ્રસાદ અને રાત્રી કાર્યક્રમોના લાભ લઇ રહ્યા છે.

ગઇકાલે રાત્રે ત્રિકોણબાગ કા રાજા સન્મુખ દોઢ કલાકની અખાડાની સંગીતમય આરતી શહેરનું આકર્ષણ બની રહી. ૧૦.૩૦ વાગ્યે ભવ્ય બેન્ડ-શોના કાર્યક્રમમાં રાતના રાજાઓ ઉમટી પડયા હતા.

આજે મંગળવારે સાંજે ૪ વાગ્યે શહેરના બાળકો માટે જાહેર બાલચિત્ર સ્પર્ધા અને રાત્રે ૮.૩૦ વાગ્યે ત્રિકોણબાગ કા રાજાના દરબારમાં શ્રીનાથજી ની ઝાંખીનો ભકિતરસ રેલાશે.

કાલે બુધવારે ગણપતિ મહોત્સવના સમાપનમાં સાંજે પાંચ વાગ્યે ભગવાન સત્યનારાયણ દેવની કથા અને રાત્રે ૮.૩૦ થી જાહેર જનતા માટે દાંડીયારાસ સ્પર્ધા અને સ્વયંસેવકોનો સન્માન સમારભ યોજશે.

ત્યારે ગઇકાલની આરતીમાં ભારતીય જનતા પક્ષના રાજેન્દ્રસિંહ વાળા, શૈલેષભાઇ ડાંગર, વિજયસિં ઝાલા, ભરતભાઇ બોરીચા, કિરણભાઇ બાટવીયા, કિશોરભાઇ લોલારીયા, વિરલભાઇ લખતરીયા, વિશ્ર્વ હિન્દુ પરિષદના નવનીતદાસ, એડવોકેટ અશ્ર્વિન પોપટ, છાનિયારા ઇન્ડસ્ટ્રીઝના યોગીનભાઇ છનીયારા, ડો. ચેતન મહેતા,  રાજેશ ખેતાણી, રિઘ્ધિબેન મહેતા, પુષ્પાબેન સોમાણી, સહીતનઓએ આરતીનો લાભ લીધો હતો. સવારે ૧૦.૩૦ વાગ્ય પુર્ણાહુતિ પુજા, ૧૧.૩૦ વાગ્યે વિસર્જન યાત્રા, જે શાસ્ત્રી મેદાનથી જોડાઇને ખોખડદડ નદી તરફ જવા પ્રસ્થાન કરશે. બપોરે એક વાગ્યે ત્રિકોણબાગ ચોક ખાતે શહીરને સમગ્ર ગણપતિ વિસર્જન યાત્રાનું શિવસેના દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીમ્મીભાઇ અડવાણીના માર્ગદર્શન હેઠળ કુમારપાલ ભટ્ટી, ચંદુભાઇ પાટડીયા, ભરત રેલવાણી, વિશાલ નેનુજી, દિલીપભાઇ પાંધી, નિલેશભાઇ ચૌહાણ, પ્રકાશ ઝીંઝુવાડીયા, કાનાભાઇ સાનીયા, વિરલ નૈયા, પ્રભાત બાલાસરા, આનંદ પાલા, વંદના ટાંક, સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.