કાલથી વીજ કર્મીઓના આંદોલનના શ્રી ગણેશ

સાતમા વેતનપંચ મુજબ નવા બેઝિક ઉપર મળવાપાત્ર આનુસંગિક એલાઉન્સ અને એરીયર્સ તથા અન્ય પડતર પ્રશ્ર્નો ઉકેલવાની બુલંદ માંગ સાથે સરકાર સામે લડતનું બ્યુગલ ફૂકાયું

કાલે સૂત્રોચ્ચાર, રવિવારથી ત્રણ દિવસ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી ફરજ બજાવશે, ૨૧મીએ માસ સીએલ

સાતમા વેતનપંચ મુજબ નવા બેઝિક ઉપર મળવાપાત્ર આનુસંગીક એલાઉન્સ અને એરીયર્સ તથા અન્ય પડતર પ્રશ્નો ઉકેલવાની બુલંદ માંગ સાથે વીજ કર્મચારીઓએ સરકાર સામે લડતનું બ્યુંગલ ફૂંકયુ છે. જેમાં આવતીકાલે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાનાર છે. બાદમાં રવિવારથી ત્રણ દિવસ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી ફરજ બજાવવાના છે. અને ૨૧મીએ માસ સીએલ ઉપર ઉતરવાના છે. ગુજરાતની તમામ વીજ કંપનીઓમાં ફરજ બજાવતા વીજ કર્મચારીઓ અને વીજ અધિકારીઓને સાતમાં વેતનપંચની અમલવારી વર્ષ ૨૦૧૭માં કરવામાં આવેલ છે. અને તે સમયે ફકત નવા બેઝીક પગાર મંજૂર કરવામાં આવેલ હતા. પરતુ જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે થયેલ છઠ્ઠા પગાર પંચની અમલવારી સમયે થયેલ ૨ પી કરાર મુજબ આગામી પગાર ધોરણ કરાર મુજબ કરવાનું જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે નકકી થયેલ.પરંતુ નવા બેઝીક ઉપર વીજ કર્મચારીઓ અને વીજ અધિકારીઓને તા.૧.૧.૧૬ થી મળવા પાત્ર એલાઉન્સ અંગે અવાર નવા રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કર્મચારીઓનાં હકકના લાભો મંજૂર કરવામાં આવેલ નથી આ પ્રશ્ર્નના અનુસંધાને તા.૬.૬.૧૯ના રોજ અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ અને જીઈબી એન્જીનીયર્સ એસો. દ્વારા સંયુકત સમિતિ દ્વારા હડતાલની નોટીસ આપેલ હતી જે તે સમયે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા નવા પગાર ઉપર મળવાપાત્ર એલાઉન્સ અને તેના એરીયર્સ સહિતની રકમ તા.૧.૧.૧૬થી ચૂકવવા પાત્ર છે જે જીયુવીએનએલ બોર્ડ દ્વારા મંજૂર કરી ગુજરાત સરકારની મંજૂરીમાં મોકલી આપેલ છે. જેમાં ગુજરાત સરકારના માનનીય ઉર્જામંત્રી સાથે બંને યુનિયન અને એસો.ના પ્રમુખ અને સંયુકત સંકલન સમિતિનાં હોદેદારો સાથે તમામ મુદાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં મીટીંગ કરવામાં આવેલ હતી. સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવતા અને આગામી બે મહિનામાંએરીયર્સની રકમ ચૂકવણી કરી આપવાની ખાત્રી આપેલ હતી આથી ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા જે તે સમયે લડત મુલતવી રાખવામાં આવેલ હતી.પરંતુ એક વર્ષ જેટલો સમય વીતી જવા છતાં સરકાર દ્વારા વીજ કર્મચારીઓનાં હકકોનાં એલાઉન્સ અને તેના એરીયર્સની રકમ ચૂકવી નથી જેથી લડતનો નિર્ધાર કરેલો છે. આજ સુધીમાં ૪૫૦૦૦થી વધુ વિજ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તા.૨૧.૧.૨૧ના રોજની માસ સી.એલ. મૂકાયેલ છે. અને તા.૧૬.૧.૨૧ સુધીમાં અંદાજે ૫૦,૦૦૦થી વધુ વીજ કર્મચારીઓ અને અધિકારીઓ આ લડતમાં સામેલ થશે. તેમ જીબીયાનાં સેક્રેટરી જનરલ બી.એમ.શાહ, આર.બી. સાવલીયા અને મહેશભાઈ દેશાણીએ જણાવ્યું હતુ.

Loading...