Abtak Media Google News

અંતિમ દિવસે પૂ. દામોદરલાલજી મહારાજ અને પૂ. હરિરાય મહોદયની પ્રેરક ઉપસ્થિતિ વૈષ્ણવોને વ્રજની લીલી પરિક્રમામાં જોડાવા ગોવર્ધનેશજી મહોદયે કરી અપીલ

ગૌમાતાના કલ્યાર્ણે દસ એકરના વિરાટ ગૌસંકુલ ગૌતીર્થ એવા શ્રીજી ગૌશાળા રાજકોટના ઉપક્રમે આયોજીત એવી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવની પૂ. ગોસ્વામી દામોદરલાલજી મહારાજની ઉપસ્થિતિ તેમજ હરિરાય મહોદયની પાવન સન્નિધિમાં ગઈકાલે ભાવમય પૂર્ણાંહુતિ થઈ હતી.સતત સાત દિવસથી ઉજવાઈ રહેલા ગૌમહાત્મ્યને કેન્દ્રસ્થ એવા આ દીવ્ય મંગલ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવના વિરામ દિવસે પ્રખર યુવા આચાર્ય એવા ગૌસ્વામી ગોવર્ધનેશજીએ શ્રીમદ ભાગવતના બાકી રહેલા સ્કંધ અધ્યાયોની સંક્ષિપ્ત સાર સમજ આપતા જણાવ્યું હતુ કે શ્રીમદ ભાગવતમાં અગિયારમો સ્કંધ એ મૂકિતલીલા છે જે દરેક સ્કંધની કથાના સારરૂપ છે. મકિતએ બે પ્રકારની છે જીવમૂકિત અને બ્રહ્મમૂકિત શ્રીમદ ભાગવતનો બારમો સ્કંધ એ આશ્રયલીલા છે. જેમાં આશ્રયલીલાનું વર્ણન છે.

ક્રિશ્ર્નલીલા, ભાગવત લીલા ભકતલીલા, નામલીલા અને કુરૂ’લીલા, આ સ્કંધમાં કલિયુગનું પણ વર્ણન છે. કલિયુગમાં જયારે દોષ થશે ત્યારે ભગવાન અવતાર લેશે એવું વર્ણન આ અધ્યાયમાં છે. અહી પ્રલયની ચર્ચા પણ કરવામાં આવી છે. કેટલાય પ્રકારનાં પ્રલયની ચર્ચા અહી થઈ છે. પ્રલય ચાર પ્રકારનાં છે. નિત્ય પ્રલય, નૈનિતિક પ્રલય, પ્રકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલય, ત્યારબાદ, ભાગવતનાં અંતિમ સ્કંધ એટલે કે, બારમાં સ્કંધના અંતિમ શ્ર્લોકનાં પઠન સાથે મહોદયશ્રીએ આ સાપ્તાહિક સત્સંગ યાત્રાને વિરામ આપ્યો હતો.આગામી વર્ષ ૨૦૧૮માં યોજાનારી વ્રજયાત્રા (લીલી પરિક્રમા)માં સૌ વૈષ્ણવોને જોડાવા માટે અપીલ કરતા ગોવર્ધનેશજીએ કહ્યું હતુ કે, જો પ્રભુ પાસે કઈ માગવાની ઈચ્છા થાય તો એવું માગજો કે હે પ્રભુ ! મને વ્રજમાં વાસ કરાવજો, જયાં આજે પણ પ્રભુની નિત્ય લીલા થઈ રહી છે. એવા વ્રજમાં વ્રજયાત્રામાં જવા માટેનો આ દિવ્ય અવસર છે. ત્યારે આપણે સૌ આ દિવ્ય મંગલ અદભૂત વ્રજયાત્રામાં જોડાઈએ એવી મારી સૌ વૈષ્ણવોને નમ્ર આગ્રહભરી વિનંતી છે.

આ ભવ્ય , દીવ્ય, મંગલ અવસરના વિરામ દિવસે ભાગવત સપ્તાહ પૂર્ણાહુતિ બાદ કથાના નિમિત્ત માત્ર સૌ મનોરથી મહાનુભાવ વૈષ્ણવોનું મહોદયશ્રીનાં હસ્તે સ્મૃતિચિહન આપી અભિવાદન કરાયું હતુ ત્યારબાદ પ.પૂ. ગોસ્વામી દામોદરલાલજી મહારાજશ્રીએ પોતાના આશિર્વચન પાઠવ્યા હતા તેમજ ગૌસ્વામી હરિરાય મહોદયએ ગૌમહાત્મ્ય સમજાવી પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી.

શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી પ્રભુદાસ તન્નાએ સમગ્ર સત્સંગ મહોત્સવને સફળ બનાવવામાં યોગદાન આપનાર મુખ્ય મનોરથી રમેશભાઈ ધડુલ, રમેશભાઈ ઠકકર, અને મોરબીનાં બીપીનભાઈ વીંછીનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.