Abtak Media Google News

છેલ્લા ૨૪ વર્ષથી ગૌ સેવા ગૌસંવર્ધન ક્ષેત્રે કાર્ય કરતી શ્રીજી ગૌશાળા ન્યારા ખાતે શરદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ રાસોત્સવ દ્વારા સ્વાદ શોખીનો માટે ઓર્ગેનીક અને ગ્રામીણ વાનગીઓનું એક ગામઠી રેસ્ટોરન્ટ કાઠીયાવાડી કસ્બો શરૂ કરવામાં આવ્યું હતુ.

અહીયા સ્વાદીષ્ટ ગામઠી વાનગીઓનો રસથાળ અને એ પણ દેશી ચૂલા પધ્ધતિથી રંધાયેલો વાનગી એ પણ કીફાયતી ભાવથી આપવામાં આવશે સાથોસાથ સંસ્થામાં એક વિશાળ શ્રીજી નર્સરીનુ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦થી વધુ વૃક્ષોના રોપાઓનાં ઉછેર સાથે વાવેતર સહિતની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.Vlcsnap 2018 10 29 11H20M19S176આ તકે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાનો અને કાઠીયાવાડી વાનગીનો આનંદ માણ્યો હતો.અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રભુદાસભાઈ તન્નાએ જણાવ્યુંં કે આ સંસ્થામાં ત્રિવેણી સંગમ રૂપે એક કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે.

શરદપૂર્ણિમાને અનુલક્ષીને રાસોત્સવ, બીજુ રાજકોટના લોકો દર રવિવારે સાંજે બહાર જમવા જતા હોય છે. ત્યારે લોકોની લાગણીને માન આપી શ્રીજી ગૌશાળાના ભવ્ય ગાર્ડનમાં અમે કાઠીયાવાડી કસ્બો નામે એક દર રવિવારે રાત્રી ભોજન માટેનું આયોજન કર્યુ છે. આ કાઠીયાવાડી કસ્બાની અંદર સંપૂર્ણ કાઠીયાવાડી ઓર્ગેનીક અને સાત્વીક ભોજન લોકોને મળી રહે સાથોસાથ કંઈ ને કંઈ ગૌ સેવા પણ લોકો થકીથતી રહે તેવી ભાવના સાથે અમે કાઠીયાવાડી કસ્બો ખૂલ્લો મૂકીએ છીએ.

અને દર રવિવારે સાંજે આ કાઠિયાવાડી સંકુલમાં અમારી ગૌશાળામાં લોકો વધુને વધુ પ્રસાદ લેવા આવે તેવી અમારી લાગણી છે. સૌથી અગત્યની વાત પર્યાવરણ, પર્યાવરણને જાળવવા માટે ભારત દેશમાં ગાય, જમીન અને વૃક્ષો ત્રણનું જતન વ્યવસ્થિત રીતે નહી કરવામાં આવે તો કયારેય આપણે પર્યાવરણનું સંતુલન નહી કરી શકીએ. છેલ્લા ૨૨ વર્ષથી ગૌ સેવાનું કામ ગૌશાળા દ્વારા થાય છે.

ભૂમિના સંરક્ષણ માટે ગાયના ગોબરમાંથી અનેકવિધ એવા ખાતરોનું નિર્માણ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. કે એ ખાતરો થકી ઓર્ગેનીક ખેતી આજના યુવાન ખેડુતો કરી શકે અને તેને પ્રેરણા મળે તે માટે વર્ષ ૧૨ ખેતી વિષયક કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામા આવે છે. સાથોસાથ અમને એમ થયુંં કે ખરેખર વૃક્ષોનું જતન કરવાની દિશામાં પણ સંસ્થા વિચારે તે અનુસંધાને એમ શ્રીજી ગાર્ડન નર્સરીના નામે એક નર્સરીનું ઉદઘાટન નરેન્દ્રભાઈ ગંગદેવના શુભ હસ્તે કરવામાં આવ્યું છે.

નર્સરીમાં ફલાઉ રોપા આયુર્વેદિક રોપાઓ અને ફળફુલ, આયુર્વેદિક રોપાઓ અમે એવા તૈયાર કરવા માંગીએ છીએ કે જે ઘરે ઘરે લોકો કૂંડામાં આયુર્વેદિક વનસ્પતિઓ વાવી સાધારણ નાની બિમારીઓ માટે કોઈ હોસ્પિટલોમાં કે એલોપેથી દવાઓમાં ન જવું પડે અને આ વનસ્પતિઓનાં ઉપયોગ થકી લોકો તંદુરસ્ત રહી શકે.તેવી ભાવના સાથે શ્રીજી ગાર્ડન નર્સરીનું ઉદઘાટન કર્યું છે. અત્યારે અમારી પાસે ૧૦૮ પ્રકારનાં રોપાઓ તૈયાર છે. અને ભવિષ્યમાં અમારે એક હજાર પ્રકારની વનસ્પતિના રોપાઓમાં પહોચાડવાની અમારી નેમ છે.Vlcsnap 2018 10 29 11H20M29S17અબતક સાથેની વાતચીત દરમિયાનશ્રીજી ગૌશાળા તથા ગીરીરાજ હોસ્પિટલનાં રમેશભાઈ ઠકકરે જણાવ્યું કે આપણે જયાં સુધી પશુ પક્ષીઓનું સર્ંવધન નહી કરીએ પર્યાવરણનું સર્ંવધન નહી કરીએ ત્યાં સુધી આપણે હોસ્પિટલો જ ખોલવી પડશે. બિમારીઓ વધતી જાય છે. પહેલા લોકો ગાય આધારીત ખેતી કરતા હતા.

ત્યારે આપણી જમીન સાત્વીક અન્ન સાત્વીક મન સાત્વીક હતા જો તે પાછુ લાવવું હશે તો ગાયને અને પશુપક્ષીઓને જોડવા પડશે. શ્રીજી ગૌશાળા ખાતે શરદોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ શ્રીજી ગૌશાળાના ગાર્ડનમાં કાઠીયાવાડી કસ્બો રેસ્ટોરન્ટ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને ઓર્ગેનીક અને સાત્વીક ભોજન મળી રહે. તેવા હેતુથી કરવામાં આવ્યુંં છે.

સાથોસાથ શ્રીજી નર્સરીને શરૂ કરવાનું કારણ એક જ છે. કે પર્યાવરણ સુધારવું પડશે પર્યાવરણ સાથે પશુપક્ષીઓનું એટલું જ સંવધર્ન કરવું પડશે. કારણ કે જેટલુ વન અને જંગલ ઉભુ છે. તેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને કાપીએ પણ છીએ જો ઉપયોગ સારી રીતે કરશુ અને પશુ પક્ષીને બચાવશું તો પર્યાવરણનો લાભ મળશે. વૃક્ષ વાવવું જ પડશે વૃક્ષ પાણી લાવશે.વરસાદ લાવશે નર્સરી બધી જ જગ્યાએ થાય અને લોકો તેનો ઉપયોગ કરે તે માટે સૌને વિનંતી કરૂ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.