Abtak Media Google News

શિવાલયો ઓમ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠશે

શ્રાવણ માસના ચારેય સોમવારે શિવજીને અલગ અલગ ધાન્ય ચઢાવવાથી મનની મનોકામના પૂર્ણ થશે

સોમનાથ, ઘેલા સોમનાથ, નાગેશ્ર્વર, જડેશ્ર્વર, બિલેશ્ર્વર, ભૂતનાથ, બિલેશ્ર્વર મહાદેવ મંદિરે શિવભકતો ઉમટી પડશે

ભગવાનમાં ભોળા અને ભોળાના ભગવાન એવા દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આવતીકાલે રવિવારથી શુભારંભ થઈ રહ્યો છે. કાલથી શિવાલયો ઓમ નમ: શિવાયના ગગનભેદી નાદથી ગુંજી ઉઠશે આ વર્ષે શ્રાવણમા ચાર સોમવાર છે અને ચારેય સોમવારે અલગ અલગ ધાન્યથી શિવજીની પૂજા કરવાનું મહત્વ રહેશે. સોમનાથ, ઘેલા સોમનાથ, જડેશ્ર્વર, બિલેશ્ર્વર, નાગેશ્ર્વર સહિતના સૌરાષ્ટ્ર પ્રસિધ્ધ શિવમંદિરો ખાતે ભાવીકો ઉમટી પડશે. શિવભકતો લઘુરૂદ્રી, અલગઅલગ અભિષેક સાથે શિવને રિજવવાના પ્રયાસો કરશે આજે શનિવારી અમાસ હોઈ ભકતોનો ઉત્સાહ મેવડાયો છે.

બાર જયોતિલીંગ પૈકીનાં પ્રથમ જયોતિલીંગ જેવા સોમનાથમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવનો અલગ અલગ અલૌકીક શણગાર કરવામાં આવશે. ભાવીકોના ઘસારાને પહોચી વળવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણ માસના આરંભ સાથે તહેવારોની મોસમ પણ શરૂ થઈ જશે શ્રાવણ માસમાં રક્ષાબંધન , સાતમ આઠમ જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવશે.1 27

વેદાંતરત્ન રાજદીપસિંહ જોશીએ શ્રાવણમાસનો મહિમા સમજાવતા જણાવ્યું હતુ કે શ્રાવણ માસના પહેલા સોમવારે શિવયોગ શ્રાવણ શુદ બીજનો સોમવાર તા.૧૩.૮ના દિવસે શિવયોગ છે. જે રાત્રીનાં ૧૨.૨૪ સુધી છે આમ શ્રાવણમાસ સોમવાર અને શિવયોગ આદિવસનું મહત્વ વધી જશે.

હિન્દુ પંચાગ પ્રમાણે ૨૬ યોગ છે તેમાં નો એક શિવયોગ છે. મહાદેવજીને સોમવાર પ્રિય છે. મહાદેવજીએ પોતાના મસ્તક પર ચંદ્રને ધારણ કરેલ છે. અને ચંદ્રના આરાધ્ય દેવ મહાદેવજી છે. આમ મહાદેવજીની પુજા માટે સોમવાર ઉત્તમ ગણાય છે. મહાદેવજીના શિવલીંગની પૂજામાં ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે. શિવલીંગમાં મુળમાં બ્રહ્માજી મધ્યમાં વિષ્ણુ ભગવાન અને ઉપર શિવજીનો વાસ છે.

આમ શિવલીંગની પૂજામાં ત્રણેય દેવની પૂજા થાય છે. શિવલીંગની પૂજા ક્રવાથી ત્રણેય દેવતાની પૂજાનું ફળ મળે છે.

શ્રાવણ મહિનાના ચારેય સોમવારે અલગ અલગ ધાન્યથી શિવજીની પૂજાનું મહત્વ છે. તેને શિવમુષ્ટિ કહેવામાં આવે છે. પહેલા સોમવારે શિવલિંગ પર ચોખા ચડાવવા, બીજા સોમવારે શિવલીંગપર તલ ચડાવવા, ત્રીજા સોમવારે શિવલીંગ પર મગ ચડાવવા, ચોથા સોમવારે શિવલીંગ પર જવ ચડાવવા આમ ચારેય સોમવારે અલગ અલગ ધાન્યથી મહાદેવજીની પૂજા કરવાથી મનની મનોકામના પૂર્ણ થાય છે.Shiva Dhyan Mudra Hd Image

તે ઉપરાંત દરીદ્રતા દૂર કરવા બિલીપત્રથી પૂજા કરવી બીમારીમાંથી મૂકિત મેળવવા દુધ ચડાવું ધન વૈભવ મેળવવા ઘી ચડાવું, માનશીક શાંતી મેલવવા અને વિદ્યાબળ બુધ્ધિશકિત મેળવવા સાકરવાળા પાણી ચડાવું.

શત્રુ દૂર કરવા સરસવનું તેલ ચડાવું ડાયાબીટીસ જેવી બીમારીમાં રાહત મેળવવા શેરડીનો રસ ચડાવો. સંતાન સુખ મેળવવા ચોખા ચડાવા મહાદેવજીને કાળા તલ ખૂબ પ્રિય છે. કાળાતલ ચડાવાથી સર્વમનોકામના પૂર્ણ થાય છે.

શાસ્ત્રોના નિયમ પ્રમાણે મહાદેવજીની પૂજા દિવસ અને રાત્રીનાં પણ થઈ શકે છે. આમ ૨૪ કલાકમા ગમે તે સમયે શુધ્ધ થઈ અને મહાદેવજીની પૂજા કરી શકયે છીએ ખાસ કરીને મધ્ય રાત્રીએ મહાદેવજીની પૂજા અભિષેક અને રૂદ્રીનું મહત્વ વધારે છે. તેની નિશિથકળ કહેવામાં આવે છે. સોમવાર તા.૧૩નો નિશિથકાળ રાત્રે ૧૨.૩૦ થી ૧.૧૪ સુધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.