Abtak Media Google News

બાલભવનમાં શનિવારે રાજપુત સમાજની મહિલાઓ માટે અઘ્યતન સાઉન્ડ

સિસ્ટમ, વિશાળ ગ્રાઉન્ડ અને ઇનામોની વણઝાર સહિતના કાર્યક્રમો

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ તથા અખિલ ગુજરાત રાજપુત મહીલા સંઘના સહયોગથી ૧૯મો રાજપુત શરદોત્સવ-૨૦૧૮ નું જાજરમાન આયોજન તા. ર૦ ને શનિવારના સાંજના ૬ થી ૧૦ સુધી કિશાનપરા ચોક પાસે બાલભવન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગીતાબા જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય, ગોંડલ ગાયત્રીબા વાઘેલા મહીલા પ્રદેશ અઘ્યક્ષ, કોંગે્રસ ડો. જયેન્દ્રસિંહ એમ. જાડેજા (જાબીડા) મેનેજીંગ ટ્રસ્ટી, અ.ગુ.રા. ગુવા સંઘ, મનોહરસિંહ જાડેજા ડીસીબી ઝોન-ર, રાજકોટ શહેર પોલીસ અજીતસિંહ શેખાવત (રાજસ્થાન), બ્રિગેરડીયર એનસીસી કેમ્પ રાજકોટ ઉ૫સ્થિત રહેનારા છે. આ ઉપરાંત ક્ષત્રીય સમાજના આગેવાનો અગ્રણી ઉઘોગપતિઓ, બિલ્ડરો, પોલીસ અધિકારી/થી આરએમસી ના ક્ષત્રીય કોપોરેટર ઉપસ્થિત રહેશે. અબતકની મુલાકાતે આવેલા મહીલા આગેવાને જણાવ્યું હતું કે શરદોત્સવ-૨૦૧૮માં મુખ્ય દાતા હરિશચંદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, ઘંટેશ્ર્વર તરફથી રૂ ૧.૦૨,૦૦૦/- નું અનુદાન આપવામાં આવ્યું છે.

અન્ય સ્પોન્સરમાં વી.જી. સાડી, રાજવી સાડી તથા વંદના સાડી જવેલર્સ તરફથી સહયોગ મળેલ છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલ્પાહારના મુખ્ય સ્પોન્સર રાજભા સતુભા જાડેજા (મોટા વાગુદડ) તરફથી રાખવામાં આવેલ છે. તેમજ બહેનોને ત્રણેય ગ્રુપમાં વિજેતા બહેનોને પ્રથમ ૧ થી ૩ તથા દરેક ગ્રુપના વેલડ્રેસ તથા બેસ્ટ ઓફ બેસ્ટ કવીનના વિજેતાને આકર્ષક શિલ્ડ સ્વ. રાજેન્દ્રસિંહ જશુભા જેઠવા, પાંડાવદર તરફથી આપવામાંઆવશે. ૮૦ ટકાથી વધુ યુવતિઓ પારંપરાગત મારવાડી પોશાકમાં જોડાશે. દરબારદ હંમેશાથી શકિત અને ભકિતને આગળ રાખે છે. ત્યારે સમાજની દિકરીઓ પણ તલવાર રાસમાં આગળ આવી રહીછે તે અમારા માટે ગર્વની વાત છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે પી.ટી.જાડેજા ચેરમેનની આગેવાની હેઠળ કીરીટસિંહ જાડેજા, વાઇસ ચેરમેન ક્ધવીનર કિશોરસિંહ જેઠવા, બળદેવસિંહ ગોહિલ, પ્રવિણસિંહ ઝાલા, સહક્ધવીનર દેવેન્દ્રસિંહ ઝાલા, પથુભાઇ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, ગુજરાત રાજપુત મહીલા સંઘના હીનાબા બી.ગોહીલ (પ્રમુખ રાજકોટ શહેર) કિર્તિબા ઝાલા, ક્રિષ્નાબા ઝાલા, ધ્રુપતબા જાડેજા,  નીતાબા ક. જાડેજા, દશરથબા એન.જાડેજા, કિશોરીબા એમ. ઝાલા, કૌશીકાબા ડી. જાડેજા, ડો. અલ્પનાબા એસ. ઝાલા, સાધનાબા એસ. વાઘેલા, પૂજાબા જાડેજા, પદમાબા જે. જાડેજા, પદમાબા વાળા, વિલાસબા સોઢા, ઇલાબા જાડેજા પૂર્ણાબા ગાહિલ જહેમત ઉઠાવી રહ્યા છે.

અઘતન સાઉન્ડ સીસ્ટમ ઇફેકટ સાથે  ખેલૈયાઓને ઝુમાવશે. આશરે ૧૦ હજાર થી વધુ વ્યકિત આ પ્રોગ્રામ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ફકત ક્ષત્રીય રાજપુત ગીરાસદાર સમાજના બહેનો જ ભાગ લઇ શકશે. રાજપુત સમાજના સંસ્કાર અને સંસ્કૃતિને અનુરુપ વાતાવરણમાં યોજવામાં આવનાર છે. આ માટે પાસની વ્યવસ્થા યુવા સંઘ રાજકોટના કાર્યકર પાસે મેળવી લેવા તથા સ્થળ પર પણ ફી પાસની વ્યવસ્થા

રાખવામાં આવેલ છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઇનામ વિતરણ કાર્યક્રમ પછી અલ્યાહારની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા રજપુત સમાના મહીલા આગેવાનો સહીતના આયોજકો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.