Abtak Media Google News

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની જાહેરાત: ૩૧મી મેએ આવતા રવિવારે એકડા સ્ટીકરવાળી દુકાનો ખુલ્લી રહેશે

લોકડાઉન-૪માં રાજય સરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટને ધ્યાનમાં રાખી શહેરનાં મુખ્ય રાજમાર્ગો અને બજારોમાં આવેલી દુકાનો ખુલ્લી રાખવા માટે મહાપાલિકા દ્વારા ઓડ-ઈવનની સિસ્ટમ શ‚કરવામાંઆવીછેજેઅંતર્ગતશહેરમાંદરેકદુકાનપરએકીઅને બેકી નંબરનાં સ્ટીકરો લગાવવામાં આવ્યા છે અને એકી-બેકીની સિસ્ટમની ગઈકાલથી અમલવારી શ‚કરીદેવામાંઆવીછે. આગામી ૨૪મી મેનાં રોજ રવિવાર હોય દુકાનો ખુલ્લી રાખી શકાય કે કેમ તે અંગે વેપારીઓમાં થોડી અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે જેની સ્પષ્ટતા કરતા આજે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આગામી રવિવારે બગડા સ્ટીકરવાળી દુકાનો ખુલ્લી શકાશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં એકી-બેકીની સિસ્ટમ શ‚રૂ કરી દેવામાં આવી છે જેમાં મુખ્ય રાજમાર્ગો અને બજારોની દુકાન ઓડ-ઈવન એટલેકે એકી-બેકી તારીખે ખુલ્લી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટની મુખ્ય બજારો સામાન્ય રીતે રવિવારે બંધ રહેતી હોય છે ત્યારે રવિવારે દુકાન ખુલ્લી રાખી શકાશે કે કેમ તે અંગે વેપારીઓમાં થોડી અસમંજસની સ્થિતિ સર્જાય છે. આગામી રવિવારે ૨૪ તારીખ આવે છે જે ઈવન હોય જે દુકાન પર ૨ નંબરનાં સ્ટીકર લાગ્યા છે તે દુકાનો ખુલ્લી રાખી શકાશે જયારે ત્યારપછીનાં રવિવારે ૩૧ તારીખ આવે છે જે ઓડ નંબર છે આવામાં બીજા રવિવારે એક નંબરનું સ્ટીકર લાગ્યું હોય તે દુકાન ખોલવાની મંજુરી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા ગઈકાલે રાત્રે એક જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે જેમાં રાજયભરમાં આવશ્યક ચીજવસ્તુ એટલે કે કરિયાણુ, શાકભાજી, દવા અને દુધનું વેચાણ કરતી દુકાનોને ઓડ-ઈવનની સિસ્ટમમાંથી મુકિત આપવામાં આવી છે જોકે મહાપાલિકા દ્વારા આ અંગેની જાહેરાત બે દિવસ પૂર્વે જ કરી દેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.