Abtak Media Google News

મોટા ઔઘોગિક એકમોને ર૪ કલાક ચાલુ રાખવા છુટ આપો; દુકાનોને સવારના ૭ થી સાંજના ૭ સુધી રાખવા દો હોટેલોને ફૂડ ડિલીવરીનો સમય સવારના ૮ થી રાત્રી ૧૦ સુધીનો કરી આપો

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા લોકડાઉન દરમિયાન શહેરમાં વેપાર ઉઘોગ તથા નાના મોટા વેપારીઓની દુકાનો વગેરે શરુ કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનેરજુઆતકરીનેશહેરમાંવેપાર-ઉઘોગો, દુકાનો તેમજ ઓફીસોને ખોલવાની છુટછાટ અપાવેલ છે અને રાજકોટમાં ઓડ-ઇવન (એકી-બેકી) તારીખ મુજબ વ્યવસ્થીત દુકાનો ખુલે છે.

આ સમય ખુબ જ ઓછો હોય તેમજ તમામ દુકાનદારો સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરતાં હોય તમામ દુકાનોને સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી ખુલી રાખવા દેવામાં આવે તેમજ લોકડાઉન પીરીયડ દરમ્યાન ઇમીનીટી પાવર મજબુત કરવા અંગે સવારના મોનીંગ વોકની સવારે ૬-૮ ની છુટ આપવી જોઇએ. તેમજ તમામ પવિત્રધામો લોકડાઉનને કારણે બંધ હોય ફુલના હાર અને પળાની ૬ થી ૮ હોમ ડીલીવરીની છુટ આપવી જોઇએ.

હોટલોને ફુડની હોમ ડીલીવરી કરવાની છુટ આપેલ છે. જે આવકારદાયક પગલું છે પણ ૮ થી ૪ માં હોમ ડીલીવરી માત્ર ૧૦ ટકા થઇ શકે ગુજરાતની તમામ પ્રજા સાંજના ફુડ લેવા ટેવાયેલ હોય તેમજ આ ધંધો માટે ભાગે સાંજે જ અનુકુળ હોય આમા સવરના ૮ થી ૧૦ વાગ્યા સુધી ચુસ્ત નિયમોના પાલન સાથે હોમ ડીલીવરી કરવાની છુટ આપવામાં આવે તેવી માંગણી કરેલ છે. ઔઘોગિક એકમોને હાલ સવારના ૮ થી ૬ વાગ્યા સુધીની છુટ મળે છે. પણ ઘણા મોટા યુનિટો રાજકોટમાં હોય તેમજ તેમની પાસે પુરતો મેનપાવન હોય આવા ઉઘોગકારોને ટુંકા ગાળામાં પોતાનું ઉત્પાદન કરવામાં ખુબ જ મુશ્કેલી પડતી હોય તેમજ પારાવાર નુકશાન થતું હોય તેમજ આવા ઉઘોગો પાસે વિપુલ પ્રમાણમાં ડોમેસ્ટીર તેમજ એકસપોર્ટના ઓર્ડરો હોય તાત્કાલીક અસરથી આવા ઉઘોગોને ર૪ કલાક ચાલુ રાખવાની છુટ આપવી જોઇએ. તેમની આપેલ પરવાનગી ઓટોમટીક ર૪ કલાક ખુલ્લુ રાખવાની પરવાનગી ગણી નવી જજટમાંથી મુકતી મળે એટલે કે આવા ઉઘોગોને નવી પરમીશન લેવાની જરુર નથી તેવી સહવિસ્તાર માંગણી કરી છે તેમ રાજકોટ ચેમ્બરે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.