Abtak Media Google News

ડ્રાઇ રોસ્ટેડ, અળસીનો મુખવાસ, આયુર્વેદીક પરફયુમ, ઠંડા પીણા, તુલસીબામ, ઓર્ગેનીક કેરીનું પલ્પ, ઇન્સેકટ કંટ્રોલર અને નાગરવેલના પાનનું શરબત જેવી પ્રોડકટસ બની આકર્ષણનું કેન્દ્ર

રેસકોર્ષ ખાતે આગામી રવિવાર સુધી યોજાનાર વેકેશન ટ્રેડ ફેર-૨૦૧૭ની દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહીને મુલાકાત લઇ રહ્યા છે. સ્ટોલ ધારકો ગ્રાહકોને આકર્ષવા માટે પોતાની  પ્રોડકટસનું પ્રદર્શન કરી રહ્યા છે. ગ્રાહકોનો બ્હોળો પ્રતિસાદ મળતા સ્ટોલ ધારકો ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહ્યા છે તેવું લાગી રહ્યું છે.

રીયલ મેંગો સંપૂર્ણ કેમીકલ રહિત: ગોપાલભાઇ

ગોપાલભાઇ
ગોપાલભાઇ

ગોપાલભાઇએ જણાવ્યું હતું કે તાલાલાની નજીકના આંબેળી ગામમાં તેમને ત્યાં કેરીનું ફાર્મ હાઉસ છે જયાં પ્યોર ઓર્ગેનીક કેરી મળી રહે છે. આ પ્રોડકટની ખાસિયત એ છે કે તેમાં કેરીમાં કોઇપણ જાતનું કેમીકલ લગાવ્યા વગર અમે ઓર્ગેનિક કેરીનું ઉત્પાદન કરીએ છીએ અને રાજકોટના તમામ નાના મોટા શહેરોમાં તેનું વિતરણ કરીએ છીએ આ કેરીમાંથી અમે અમારી નવી પ્રોડકટ બનાવી છે જેનું નામ રીઅલ મેન્ગો છે જેમાં આીરજનલ કેસર કેરીનો પલ્પ આવશે. એ સિવાય કોઇપણ જાતનું કેમીકલ અંગે આમાં ઉપયોગ કરતાં નથી લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળે છે. અને છેલ્લા ૩ વર્ષથી  બીઝનેશમાં હું અગ્રેસર છું.

અમારી કારેલા ચીપ્સ ટ્રેડફેરમાં હોટ ફેવરીટ: નીકિતાબેન

નિકિતાબેને જણાવ્યું હતું કે પહેલીવાર અને ટ્રેડ ફેરનો હિસ્સો બન્યા છીએ. પ્રથમવાર અને પાન શરબત અને નમકીનમાં કારેલાની ચીપ્સ જે પહેલીવાર રાજકોટમાં છે. અને કયાંય પણ જોવા ન મળે પાનનું શરબત અને પહેલીવાર લોન્ચ કરેલું છે. તે ટોટલી નાગરવેલના

નીકિતાબેન
નીકિતાબેન

પાન અને ખળી સાકરમાંથી બનાવેલું છે. કોઇ ડાયાબીટીઝના દર્દી પણ આ શરબત લઇ શકે છે. ખળી સાકરને લીધે તે પેટને ઠંડક આપે છે અને કોલેસ્ટ્રોલનું લેવલ પણ નીચું કરે છે. નમકીનમાં પહેલીવાર અમે કારેલા ચીપ્સ પેલીવાર માર્કેટમાં લાવ્યા છીએ. કારેલાં ચીપ્સ કયાંય પણ ન જોવા મળે અને અમે પહેલીવાર ટ્રેડ ફેરમાં લાવ્યા છીએ બીજું પોટેટો ફુદીના સ્ટીક એ પણ અમે રાજકોટના પહેલીવાર લોન્ચ કરીછે અહીં ટ્રેડ ફેરમાં અમને લોકોનો ખુબ જ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે.

અમારૂ કેમીકલ ઇકો ફ્રેન્ડલી: મૌલિક જોષી

મૌલિક જોષીએ આ જણાવ્યું હતું કે પેસ્ટ ક્ધટ્રોલની રેડ બગ કંપની અમે સ્ટાર્ટ કરી છે. રાજકોટના નાના

Vlcsnap 2017 04 27 08H56M54S232
મૌલિક જોષી

મૌવા રોડ પર કંપની આવેલી છે. અમારી કંપનીમાં કોકરોચ, ઉઘઇ, દરેક જાતના ઇન્સેકટ ક્ધટ્રોલનું કામકાજ કરવામાં આવે છે. આ પ્રકારની સર્વીસ પ્રોવાઇડ કરીએ છીએ રાજકોટમાં હોટલ રેસ્ટોરન્ટ, સ્કુલ્સ અને કોમર્શીયલ બીલ્ડીંગ તથા રેસીડેન્સીયલ બીલ્ડીંગમાં અમારું ખુબ જ મોટું કામકાજ છે. અમારી કંપનીના માણસો દ્વારા ફ્રીમાં ચેકઅપ કરી દેવામાં આવે છે. હાલના યુગમાં લોકો સ્વસ્થ રહેવા માંગે છે તો અમારી કંપનીમાં દરેક જાતનું હાઇજીન વર્ક કરવામાં આવે છે. આ ઉપરાંત પેસ્ટ કંટ્રોલને લગતાં જેટલા પણ કેમીકલનો ઉપયોગ કરીએ છીએ તે ઇકો ફ્રેન્ડલી છે લીડીંગ કંપનીમાં અમારું નામ છે.

નવી કંપનીઓને પ્લેટ ફોર્મ આપતુ ટ્રેડ ફેર: અજયભાઇ જાદવ

વેકેશનને લઇને રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે આવેલ ટ્રેડ ફેરમાંના અજયભાઇ જાદવે જણાવ્યું હતું કે વેકેશન ૨૦૧૭ ટ્રેક ફેરનું આયોજન ખુબ જ સરસ છે. આવું દર વર્ષે આયોજન થવું જોઇએ. કેમ કે નવી કંપનીઓ આવી રહી છે તેને પ્લેટફોર્મ મળી રહે છે.

અજયભાઇ જાદવ
અજયભાઇ જાદવ

ડ્રાયફુટ કાજુની પ્રોડકટ છે જે એકદમ ડ્રાય રોસ્ટેડ જ છે. તેમાં તેલ, ઘીનો ઉપયોગ બીલકુલ થતો નથી. તળેલી કોઇપણ વસ્તુ આવતી નથી જેથી તે ટેસ્ટમાં પણ સારી રહે છે. અલંકાર મુખવાસ પણ તેમની જ પ્રોડકટ છે. જેમાં આયુર્વેદીક અળસીનો મુખવાસ પણ આવે છે. આ વર્ષે જ લોન્ચીંગ થયું છે. અને હવે દર વર્ષે ટ્રેડ ફેરમાં જોડાવાનું જણાવ્યું હતું.

અમારો મુખ્ય ઉદ્દેશ બ્રાન્ડીંગ: રાજેન્દ્રભાઇ

રાજેન્દ્રભાઇ એ જણાવ્યું હતું કે તેમને શિવમ સેલ્સ કરીને પેઢી છે. તેમની પાસે બધી આયેર્વેદક પ્રોડકટ છે.

રાજેન્દ્રભાઇ
રાજેન્દ્રભાઇ

પર્ફયુમ પ્રોડકટ છે. સાથે નવી ઠંડાપીણાની પ્રોડકટ પણ ચાલુ કરી છે. છેલ્લા ચાર વર્ષથી ટ્રેડ ફેરમાં ભાગ લે છે ખાસ ઉદ્દેશ બ્રાન્ડીંગનો હોય છે. ઠંડા પીણાની પ્રોડકટમાં ૧૦ ટકા એપલ જયુશ સાથે બનાવે છે. જે ભારતની પહેલી કંપની છે જે આ રીતે પીણાં બનાવે છે. આલ્કોહોલીક પીણું પોતાની પ્રોડકટમાં એડ કરતા નથી. આ ટ્રેડ ફેરમાં લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહે છે તેમજ પહેલાં દિવસે આવે છે અને પ્રોડકટ લઇ જાય છે પસંદ આવે છે તેઓ બીજીવાર પણ આવીને લઇ જાય છે.

લોકો તરફથી બહોળો પ્રતિસાદ: મનીષાબેન સાણંદિયા

Vlcsnap 2017 04 27 08H56M30S248
મનીષાબેન સાણંદિયા

સાણંદિયા મનીષાબેને જણાવ્યું હતું કે અમે પરફયુમની પ્રોડકટ રાખીએ છીએ. જેમાં અમે ચિલ્ડ્રનના પરફયુમ રાખીએ છીએ જેને બાળકોની સ્કીન પર  લગાવવાની કોઇપણ આડઅસર થતી નથી. અને બીજા પણ છ ફેગરન્સના પરફયુમ પણ ઉપલબ્ધ છે બીજી અમારી પ્રોડકટ છે. આયુર્વેદીક જેમા અમારી પાસે જાંબુનું તેલ, દુધીનું તેલ છે જેને લગાવવાથી માથામાં ઠંડક લાગે છે આ ઉપરાંત તુલસીનું બામ છે જે શરદી, ઉઘરસ, કે કોઇપણ પ્રકારનું દુખાવો કે પગમાં મચકોડ આવે તો તે લગાવવાથી ફાયદો થાય છે. લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.