Abtak Media Google News

.કે. ઈવેન્ટમાં મીડિયા પાર્ટનર અબતકના સથવારે ૯૦ સ્ટોલ: હેન્ડીક્રાફટ સાડી કોસ્મેટીક કટલેરી વિગેરે એક જ સ્થળે

દીવાળીના તહેવાર ઢૂકડા છે ત્યારે રંગીલા રાજકોટમાં ખરીદીનો માહૌલ રંગ ન પકડે તો જ નવાઈ. ફેસ્ટીવેકસ માટે જાણીતા રેસકોર્સમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે.શહેરમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય એ.કે. ઈવેન્ટનું આયોજન દિવાળી તહેવારને લઈને કરવામાં આવ્યું છે. જેનું આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. આ શોપિંગ ફેસ્ટીવલનું મીડિયા પાર્ટનર ‘અબતક’ છે. આ ઈવેન્ટનાં આયોજક અજય પંડયાએ વધુમાં જણાવ્યું હતુ કે ૬-૭-૮ ઓકટોબર સુધી દિવાળીને લગતી તમામ વસ્તુઓ આ ઈવેન્ટમાં રાખવામાં આવી છે. જેમ કે હેન્ડીક્રાફટ, સાડી, કોસ્મેટીક, કટલેરી, જેવી તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે ૯૦ જેટલા સ્ટોલ આ ઈવેન્ટમાં કરવામાં આવ્યા છે.આ ઈવેન્ટમાં ગુજરાતી પિકચરમાં અભિનય કરતા મોનલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ‘જલ્દી બતાવ તારા દિલમાં શું છે?’ને એમનું આગામી ફિલ્મ છે. આ ઈવેન્ટમાં ખૂબ સારૂ છે બહાર ઉનાળાના તડકામાં શોપીંગ કરવા કરતા આ ઈવેન્ટમાંથી શોપીંગ કરવી સારી રહેશે કે જયાં તમામ વસ્તુઓ મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.