Abtak Media Google News

સમુદ્રની અંદર પહોંચ્યા બાદ જળસૃષ્ટિનો અદભુત નજારો જોવા મળે છે

દ્વારકાએ તીર્થ સ્થાન હોય દર વર્ષે કરોડો શ્રઘ્ધાળુઓ તો અહી ઠાકોરજીના દર્શનાર્થે આવે જ છે પરંતુ છેલ્લા દાયકામાં આ વિસ્તારના ટુરીઝમનો પણ વિકાસ થયો હોય અહીંના રમણીક શિવરાજપુર બીચ જે સ્કુબા ડાયવર્સ માટે પરફેકટ ડેસ્ટીનેશન બન્યો હોય વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેતા અહી દર વર્ષે સ્કુબા ડાયવર્સની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.

અર્વાચીન યુગમાં આધુનિક સાધન સામગ્રી ઉપલબ્ધતાને લીધી સ્કુબા ડાઇવીંગ દ્વારા સમુદ્રી જીવસૃષ્ટિ નિહાળવાની અનોખી મજા દ્વારકા આવતા સહેલાણીઓને ઉપલબ્ધ થઇ રહી છે. માત્ર દર્શનાર્થે જ નહી પણ અહીંના શિવરાજપુરનો દરિયો શાંત તેમજ છીછરો હોવાને લીધે એકદમ સુરક્ષિત પણ મનાય છે.

2 એમાં પણ શિયાળામાં તો આમ પણ પાણી વધારે શાંત હોય છે અને કાચ જેવા ચોખ્ખા પાણીમાં દરીયા અંદરની જીવસૃષ્ટિ તેમજ દરીયાઇ વનસ્પતિ સહિતની અલભ્ય દુનિયા નિહાળવાની મજા કંઇ ઓર હોય દર વર્ષે અહી આવતા દરીયાઇ સાહસિક  સ્કુબા ડાઇવર્સની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.