Abtak Media Google News

આકર્ષક કાર કોઈને પણ આકર્ષે છે. કાર જેટલી આકર્ષક હોય છે તેની ડિમાન્ડ અને પ્રાઈસ તેના હિસાબથી વધે છે. ડિઝાઈ ન પ્રોફેનલ કારના શોખીનો માટે સતત કારને નવા નવા રૂપ આપવાની કોશિશ કરતા રહે છે. અસફળ કાર્સને અગલિએસ્ટ કાર ઓફ ઓલ ટાઈમના લિસ્ટમાં મુકવામાં આવે છે. આ તે કાર્સ હોય છે જે પોતાની અસુંદરતાને કારણે વિશ્વમાં ઓળખાય છે. આમ તો બ્રિટિશ કાર તેની સુંદરતા માટે ઓળખાય છે, પરતું જેનસન S-V8 કારે તેની ખરાબ ડિઝાઈનને કારણે ઓળખ બનાવી છે. આ યાદીમાં જેટ સ્ટ્રીમ SC250 પણ સામેલ છે.  આ કારને ડિઝાઈનર એવી બનાવવા માગતા હતા. જેથી તેની કાર કુલ અને ફાસ્ટ દેખાય, પરતું રિઝલ્ટ એ નીકળ્યું કે આ કાર ના તો કુલ રહી કે ના તો ફાસ્ટ. કદરૂપી કારોની જયારે વાત થાય છે તો ફિઆટ મલ્ટીપ્લ દરેક કારને પાછળ છોડી દે છે. કારની ડિઝાઈનને જોઈને એ વાતનો અંદાજ લગાવો પણ મુશ્કેલ છે કે શું આ કારને ડિઝાઈન કરનારે એક વખત પણ પાછું વળીને જોયું નહિ હોય. પોતાની એક અલગ ઓળખ રાખનાર બુગાતી આવા પ્રકારની ડિઝાઈનની કાર ઉતારશે તેવું કોઈએ વિચાર્યુ પણ ન હતું. બુગાતી 101 એક્સનર ધિયાને વિરજિલ એક્સનરે ડિઝાઈન કરી હતી. આ કારનો પણ અગ્લીએસ્ટ કર્સની યાદીમાં સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.