Abtak Media Google News

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શનિ જયંતિની ભક્તિભાવ સો ઉજવણી: તેલ, અડદ, તલના અભિષેક સો શનિ દેવની આરાધના

વૈશાખ વદ અમાસની ઉજવણી શનિ જયંતી તરીકે કરવામાં આવે છે. આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શનિ મંદિરોમાં સવારી ભાવિકો ઉમટી પડયા હતા. શનિદેવના જન્મ સ્ળ એવા પોરબંદરના હાલા ગામે આજે સવારી ભાવીકોની ભારે ભીડ જોવા મળી હતી. પનોતીમાંી મુક્તિ મેળવવા આજે શનિ જયંતીએ બારેય રાશીના વ્યક્તિઓએ અલગ અલગ ચિજવસ્તુઓનું દાન કર્યું હતું.

રાજકોટમાં જયુબિલી ગાર્ડન ખાતે આવેલ શનિ મંદિર ખાતે સવારી ભાવિકોની લાંબી કતારો લાગી ગઈ હતી. ભાવીકોએ તેલ, અડદ, તલના અભિષેક સો શનિ દેવની આરાધના કરી હતી. ગામે ગામ શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

આ દિવસ શનિ દેવની કૃપા મેળવવાનો સર્વોત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિ મંદિરોમાં અભિષેક કરાયા હતા. તેની સાોસા હનુમાનજી મંદિર ખાતે પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટી પડશે. આ દિવસ દાન-પુણ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે દિવ્યાંગોને પણ યાશક્તિ સહાય કરવાી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત ાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ મંદિરમાં બેસીને હનુમાન ચાલીસા અને શનિ ચાલીસાનું પણ પઠન કરવામાં આવ્યું હતું.

જયોતીષાચાર્યના જણાવ્યાનુસાર  શનિ મહારાજની કૃપા મળેવવા માટે શનિ જયંતીનો દિવસ સર્વોત્તમ માનવામાં આવે છે. અત્યારે વૃષભ-ક્ધયા રાશિનાં વ્યક્તિઓને નાની અને વૃશ્ચિક, ધન, મકર રાશિનાં વ્યક્તિઓને મોટી પનોતી ચાલી રહી છે ત્યારે સવિશેષ આ રાશિનાં વ્યક્તિઓએ દાન-પુણ્ય અને હનુમાન ચાલીસા કે સુંદરકાંડ અવા શનિ સ્તોત્રનું પઠન કરવું જોઇએ. જ્યારે ઓમ્ શં શનૈશ્ચરાય નમ: મંત્રનો ૧૦૮ વખત અવા યાશક્તિ વધુમાં વધુ જાપ કરવો પણ ઉત્તમ છે. જો શક્ય બને તો શમી વૃક્ષની નીચે બેસીને આ મંત્રનો જાપ ઉત્તમ ફળદાયી બની રહે છે.

જ્યારે શહેરનાં પ્રાચીન શનિ મંદિરમાં ભાવીકો સવારી ઉમટી પડયા હતા અને શનિદેવની આરાધના કરાઈ હતી જે અંતર્ગત ગણેશ પૂજા, શનિ અભિષેક, નવગ્રહ શાંતિપાઠ, શનિકા અને શનિદેવને આહુતિ શનિ ભક્તો દ્વારા આપવામાં આવશે.

શનિ નડતર નહીં સાચુ ઘડતર કરે છે

સૂર્ય પુત્ર શનિ સાચા આધ્યાત્મિક જ્ઞાનનો દાતા છે. સંસારની સાચી સમજ અને પાકી પરખ કરાવે છે. શનિ માનવને માનવથી મહામાનવ બનાવે છે. શનિ ફકત દુ:ખ જ નથી આપતો સુખ, શાંતિ આધ્યાત્મિક સંપતિની સાથોસાથ મોક્ષ પણ પ્રદાન કરે છે અને એટલે જ તે માનવીની કસોટી કરે છે અને કસોટી હંમેશા સોનાની થાય કથીરની નહીં. શનિ કલ્પનાના આકાશમાં ઉંડાન ન કરાવતા વાસ્તવિકતા સાથે ‚બ‚ મુલાકાત કરાવે છે.

ફળ જયોતિષના પ્રારંભથી જ એને શુભ માનવામાં આવે છે અને એના વિશે નિત નવા ભય દ્વારા સામાન્ય જનને ભયભીત કરવામાં આવે છે અને શનિને બદલે આ ભયની ભૂતાવળ જ માનવીને મારી નાખે છે. આપણા જ નહીં પશ્ર્ચિમના જયોતિષીઓ પણ એને એવીલ ફેટ બ્રીન્ગર કહે છે.

મહિપતિ નામના મરાઠી કવિએ તો પોતાના ‘શનિ મહાત્મય’ નામક ગ્રંથમાં લખ્યું છે કે શનિનો જન્મ થતા જ પિતા સૂર્યકુષ્ટ રોગી બન્યા એનો સારથી અ‚ણ અપંગ બન્યો અને ઘોડાઓ અંધ થઈ ગયા. વાસ્તવમાં આ ‚પાત્સક વર્ણન છે. શનિની પશ્ર્ચિમ દિશામાં સૂર્યાસ્ત થતા એની નિસ્તેજનાને કુષ્ટરોગની ઉપમા આપવામાં આવી જયારે રાત્રીના સુર્યઅસ્ત થતા સારથી પંગુ અને ઘોડા અંધ બની જાય તો મહિપતિએ આજ ગ્રંથમાં એવુ પણ લખ્યું છે કે જો શનિની કૃપાદ્રષ્ટિ હોય તો સર્વત્ર આનંદ વર્તાય છે. તો પરાશર, જયદેવ, મંત્રેશ્ર્વર, પુંજરાજ વૈચનાથ વિ.વનોમાં ફરવાવાળો, સો વર્ષની આયુવાળો, ભાગ્યોહન તથા નિરસ વસ્તુ પર રાજ કરનાર પશ્ર્ચિમ દિશાનો સ્વામી તથા સંધ્યા સમયે બળવાન ગ્રહ તરીકે બતાવ્યો છે. જયારે એના આધિપત્ય તરીકે રણજંગલ, અજ્ઞાત ઘાટીઓ, ખંડેર, સ્મશાન કોયલનો માળો, ઉકરડો જેવી જગ્યા દર્શાવી છે અને એનો સ્વભાવ ‚ક્ષ, ઉદાસીન વર્ણવ્યો છે. આ પુરુષપ્રધાન ગ્રહને પૃથ્વી તત્વનો સ્વામી અને સદાય દુર્દશા નોતરનાર બતાવ્યો છે.

આમા પણ વિધવાનોના પરસ્પર અલગ અલગ મતો છે. જે સ્થળ સંકોચને કારણે આલેખવામાં આવતુ નથી. આમ છાયા અને સૂર્ય પુત્ર શનિ વિશે અનેક ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે. આ શનિના ઘણા નામો છે. શર્નેશ્ર્વર, અર્કપુત્ર, છાયાસુનુ, સૌરી, તરણિતનય, સુર્યસુવન, અસિત યંગુ, નીલકાચ, ક્રુર, કૃશાંગ કપિલાક્ષ, યમાગ્રજ, ભાસ્કરિ, યમ, નિલ જેવા નામો છે. જયારે સામાન્ય રોગો, અસ્થિ ભંગ, સ્નાયુની નિર્બલતા, ભગંદર, ગરદનનો દુખાવો, વિષમ જવર, પથરી, દમ, બહેરાશ, દાંતનો દુ:ખાવો, હાડકાના રોગ, લકવો, પાગલપન વિગેરે શનિ દોષને કારણે થવા સંભવ રહે છે. આ શનિને ત્રણ વલય છે. પૃથ્વીથી (૪૧,૦૦૦,૦૦૦ દૂર છે. આ શનિ જે સ્થાનમાં બેઠો હોય તે સ્થાનની વૃદ્ધિ કરે, એટલે જ કહેવાય છે. શનિ જયારે જયાં દષ્ટિ નાખે છે ત્યાં હાનિ કરે છે.

આ શનિનું સૌરાષ્ટ્ર જન્મ સ્થળ છે. ગીધ એનું વાહન છે. જેને શનિએ એની ‚ક્ષતા અને ભીષણતા પ્રમાણે પસંદ કરેલ છે. અમુક જગ્યાએ ઘોડાનો પણ ઉલ્લેખ છે. શનિની તકલીફ દુર કરવા ઘોડાના પગના નાલની વિંટી તેમજ લાજવતે પથ્થર અકસીર ઈલાજ છે. તેનું નંગ નીલમ છે. ઉપરત્ન જમનિયા, નીલા કરહુલા છે. તેના પ્રિય મિત્ર કાળ ભૈરવ, રાહુ, બુધ અને હનુમાનજી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.