Abtak Media Google News

કોર્પોરેટર સાંભળતા ન હોવાની રાવ: શાકભાજીના વેપારીઓ ગટરના પાણી વચ્ચે વેપાર કરવા મજબૂર બન્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરી મોટાભાગના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારો માં ભૂગર્ભ ગટરો ના કામ પૂર્ણ થઈ ચૂકયા છે અને નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ભૂગર્ભ ગટરમાં નાખવામાં આવ્યા છે ત્યારે આ ભૂગર્ભ ગટર વરસાદી સિઝનમાં અત્યાર નિષ્ફળ નીવડી છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાં જેવાકે જોરાવનગર રતનપર વિસ્તારમાં નાખવામાં આવેલી ભૂગર્ભ ગટરની લાઈનો અત્યાર નિષ્ફળ નીવડી છે અને પાલિકાના કરોડો રૂપિયા ગટરના પાણીમાં વહી ગયા હોય તેવું સ્પષ્ટ રીતે ચોમાસાની સિઝનમાં દેખાઈ રહ્યું છે.ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈ કાલે જોરાવર નગર શાકમાર્કેટ સાંજના સમયે ભરાય છે તેમાં સૌ થી વધુ શાકભાજી વેચનાર વેપારીઓ આ બજારમાં લારીઓ અને પાથરણાં પાથરીને શાકભાજી નો ધંધો કરે છે.  ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગર શાકમાર્કેટમાં ગટરના ગંદા પાણી ભરાઈ રહ્યા છે આ બાબતે અનેક વખત શાકભાજી વેચનાર વેપારીઓ દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પણ હજુ પરિસ્થિતિ તેની તે જ છે ત્યારે ખાસ કરીને સાંજના સમયે ત્યારે શાકભાજીના વેપારી ઓને ધંધો ખૂલે તે જ સમયે ગટરના પાણી રોડ ઉપર ઉભરાઇ રહ્યા છે અને ખાસ કરી ભૂગર્ભ ગટરમાં ગંદા પાણી જવાના બદલે રોડ ઉપર બહાર નીકળતા પાથરણા પાથરીને બેસતા વેપારીઓ બજારમાં વેપાર કરવા બેસી શકતા નથી.

ત્યારે બીજી તરફ ગ્રાહકો પર અને ખાસ કરી ગૃહિણીઓ સાંજના સમયે માર્કેટમાં શાકભાજી લેવા આવે ત્યારે આ ગટર ના ગંદા પાણી માંથી પસાર થઈને શાકભાજી લેવા આવવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. ત્યારે આ બાબતે અનેક વખત રજૂઆતો છતાં પણ હજુ સુધી કોઈ નિવેડો નથી અને છેલ્લા છ માસથી ગટર ના ગંદા પાણીમાં જિલ્લાની જોરાવર નગરની શાકમાર્કેટ ભરાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.