Abtak Media Google News

જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એ.એચ.ગોરીને હે.કો. મહેન્દ્રસિંહ મારફતે મળેલ બાતમી આધારે લીંબડી તાલુકાના જાંબુ ગામે જાહેરમાં જુગાર રમતા ૦૨ આરોપીઓને રોકડ રકમ રૂ. ૭,૦૩૫/- તથા બામણબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રેઇડ કરી, રોકડ રકમ રૂ. ૮,૧૩૦/- તથા મોટર સાયકલ સહિત કુલ રૂ. ૪૩,૧૩૦/-  ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને પકડી પાડી, જુગાર ધારા હેઠળ અલગ અલગ બે કેસ દાખલ કરવામાં આવેલ છે.

1 33લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ  પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. અમીનાબેન ગોરી, હે.કો. મહેન્દ્રસિંહ, ચંદુભાઈ, વાલજીભાઈ, હિતેશભાઈ, હસુભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા લીંબડી તાલુકાના જાંબુ ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (૧) ગુલાબભાઈ હુસેનભાઇ સંઘરીયાત જાતે મુસલમાન રહે. જાંબુ તા. લીંબડી જી.  સુરેન્દ્રનગર તથા (૨) હનીફભાઇ મહંમદભાઇ દાયમાંને રોકડ રકમ રૂ. ૧૦,૧૬૫/-, મોબાઈલ નંગ ૩  તથા ગંજીપાના સહિતના કુલ રૂ. ૭,૦૩૫/- ના મુદ્દામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે.

જ્યારે બીજા એક બનાવમાં ીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ   બામણબોર પોલીસ સ્ટેશનના* પોલીસ સબ ઇન્સ. આર.આર. બંસલ, હે.કો. વલ્લભભાઈ, મુકેશભાઈ, જયેશભાઈ, ઘુસાભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા  ચોટીલા તાલુકાના  મોટી મોલડી ગામે જાહેરમાં લાઈટના અજવાળે જુગાર રમતા આરોપીઓ (૧) જીગ્નેશભાઈ મોહનભાઈ ડાભી કોળી ઉવ. ૨૫ રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, (૨) કાનજીભાઈ નાથાભાઈ મેઘાણી જાતે કોળી ઉવ. ૨૫  રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, (૩) વિપુલભાઈ વિરજીભાઈ મેઘાણી જાતે કોળી ઉવ. ૨૧ રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, (૪) કાળુભાઈ માવજીભાઈ જાદવ જાતે કોળી ઉવ. ૩૮ રહે. મોટી મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર તથા (૫) ઘનશ્યામભાઈ વાલજીભાઈ વાઢેર જાતે કોળી ઉવ. ૨૩ રહે. મોટી મોલડી તા. ચોટીલા જી.  સુરેન્દ્રનગરને રોકડ રકમ રૂ. ૮,૧૩૦/- તથા મોટર સાયકલ નંગ ૦૨ રૂ. ૩૫,૦૦૦/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. ૪૩,૧૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.