Abtak Media Google News

બાયોમેટ્રીક સિસ્ટમ દ્વારા હવે એક જ સેટઅપ બોકસ અનેક કેબલ સર્વિસ માટે ઉપયોગી બનશે: આર.એસ. શર્મા

ટ્રાયના ચેરમેન આર.એસ.શર્માએ જણાવ્યું હતું કે, ડીટીએચ અથવા કેબલ સર્વિસ ફેરવવા માટે હવે લોકોએ સેટઅપ બોકસ બદલવાની જરૂરીયાત રહેશે નહીં. ગત બે વર્ષથી લોકોને સર્વિસ પ્રોવાઈડર બદલવા માટે સેટઅપ બોકસ પણ વારંવાર ફેરવવા પડતા હતા. જેને લઈ કેટલીક મુશ્કેલીઓ સર્જાતી હતી. ત્યારે હવે બાયોમેટ્રીક ડીડુપ્લીકેશન સીસ્ટમની મદદથી એક જ સેટઅપ બોકસ દરેક કેબલ સર્વિસ માટે ઉપયોગી બને તેવી સીસ્ટમ ઉમેરાશે.

ભારતીય મોબાઈલ ઈન્ડસ્ટ્રીની સફળતાનું સૌથી મોટુ કારણ છે ઈન્ટ્રોપેરેબ્લીટી એટલે કે, જો કોઈ લોકોએ મોબાઈલમાં વિવિધ એપ્લીકેશનનો ઉપયોગ કરવો હોય તો એકસેસ મેળવવા માટે મોબાઈલ બદલવો પડતો નથી પરંતુ એપ્લીકેશનો જ તેને પરવાનગી આપી દેતા હોય છે. એવી જ રીતે સર્વિસ પ્રોવાઈડર જેમ કે ડીટીએચ, જીટીપીએલ અથવા કેબલ સર્વિસ માટે વારંવાર લોકોએ સેટઅપ બોકસ બદલવા પડશે નહીં.

ભારતીય ઘરોમાં ટેલીવીઝન સૌથી વધુ વપરાતુ ઈલેકટ્રોનીક સાધન છે. ત્યારે મોબાઈલ, ટીવી જેવી વસ્તુઓ મનોરંજન માટે ઉપયોગી નહીં પરંતુ ફરજીયાત બની ચૂકી છે. આજે ઘરમાં ટીવી ખરાબ થઈ જાય તો એક દિવસ ચાલતુ નથી તેમ સર્વિસ પ્રોવાઈડર તરીકે લોકો જયારે કંપનીઓની પસંદગી કરે છે પરંતુ સર્વિસમાં યોગ્ય ટ્રીટમેન્ટ ન મળતા લોકો તેને બદલવા માટે સેટઅપ બોકસ બદલવું પડશે તેમ વિચારી કયાંક પાછા હટી જતા હોય છે ત્યારે હવે સર્વિસ પ્રોવાઈડર બદલવા માટે લોકોએ સેટઅપ બોકસ બદલવું પડશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.