શેરબજારમાં તેજીનો ચમકારો સેન્સેકસ ૫૦૦ પોઈન્ટનો ઉછાળો

બેન્કિંગ અને ફાયનાન્સ, ઓઈલ-ગેસ, ઓટોમેટિવ સેકટરમાં લેવાલીનો માહોલ

શેરબજારમાં આજે ફરીથી તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. સેન્સેકસ ૩૨૦૦૦ પોઈન્ટના આંકને કુદાવી ૩૨૧૦૦ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. આજે બેન્કિંગ એન્ડ ફાયનાન્સ, ઓઈલ એન્ડ ગેસ તેમજ ઓટોમેટિવ સેકટરમાં લેવાલીનું જોર વધ્યું હતું. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૯૧ પોઈન્ટ વધીને ૩૨૦૯૬ આંક પર ટ્રેડ થઈ રહ્યો છે. આજે સેન્સેકસનો હાઈ ૩૨૨૦૨ પોઈન્ટ રહ્યો છે. જ્યારે લો ૩૧૬૪૧નો હતો.

આજે બજાર ખુલતા જ ધીમી પણ મક્કમ ગતિએ સેન્સેકસમાં તેજીનો માહોલ રચાયો હતો. આ સમગ્ર અઠવાડિયા દરમિયાન સેન્સેકસમાં એકંદરે ૪.૬૭ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.  હિરો મોટોકોપ, લાર્સન, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, મારૂતી સુઝુકી, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતના શેર ૧.૭૮ ટકાથી ૬.૨૪ ટકા સુધી ઉછળ્યા હતા.

નિફ્ટીમાં આજે ખાનગી બેન્ક ઈન્ડાઈસિસ ૩.૧ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસિ ૨.૬ ટકા અને ઓટો શેર્સ ૧.૩ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી આઈટી, ફાર્મા અને એફએમસીજી ઈન્ડાઈસિસ સાધારણ ઘટીને ટ્રેડ ઈ રહ્યા હતા.

આજે સૌથી વધુ બેન્ક શેરોમાં લેવાલી જોવા મળી હતી. ઈન્ડસઈન્ડ બેન્ક ૪.૩ ટકા, એક્સિસ બેન્ક ૪.૧ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૨ ટકા અને એચડીએફસી બેન્ક ૨.૭ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. અન્ય મુખ્ય ગેઈનર્સમાં એલ એન્ડ ટી, એચડીએફસી, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને આઈશર મોટર્સનો સમાવેશ થાય છે. ગુરુવારે આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ઈન્ફોસિસ ૧.૨ ટકા, એચસીએલ ટેકનોલોજીસ ૧ ટકા, વિપ્રો ૦.૯ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ૦.૮ ટકા અને ટેક મહિન્દ્રા ૦.૬ ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

કોરોના મહામારીના સંકટમાંથી બહાર આવવાની આશા સાથે આજે સવારે એશિયાના અન્ય બજારો પણ પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. એમએસસીઆઈનો એશિયા પેસિફિક ઈન્ડેક્સ ૦.૫ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે જાપાનનો નિક્કાઈ ૧.૨૮ ટકા વધીને માર્ચ મહિના પછીની નવી ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

Loading...