શેરબજારમાં તેજીનો તોખાર: સેન્સેકસમાં ૫૧૪ પોઈન્ટનો ઉછાળો

248

લોકસભાની ચૂંટણીના પ્રાથમિક સર્વેમાં ફરી એનડીએની સરકાર રચાતી હોવાનું જણાતા સેન્સેકસમાં સતત બીજે દિવસે ત્તેજીના ઘોડાપુર: નિફટી પણ ૧૪૬ પોઈન્ટ અપ: રોકાણકારોને બખ્ખા

લોકસભાની આગામી ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કરવામાં આવેલા સર્વેમાં પ્રાથમિક અંદાજ મુજબ કેન્દ્રમાં ફરી એનડીએની સરકાર રચાતી હોવાના અનુમાનો પ્રાપ્ત થતા શેરબજારમાં સતત બીજા દિવસે વણથંભી ત્તેજી જોવા મળી હતી. આજે સેન્સેકસમાં ૫૦૦થી વધુ પોઈન્ટનો તોતીંગ ઉછાળો નોંધાયો હતો તો નિફટીમાં ૧૪૬ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સતત બે દિવસથી ચાલી આવતી ત્તેજીના પગલે રોકારકારોને બખ્ખા બોલી ગયા હતા.

આજે સવારે સતત બીજા દિવસે ભારતીય શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષો તોતીંગ ઉછાળા સાથે ખુલ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં ફરી કેન્દ્રમાં એનડીએની સરકાર રચાતી હોવાના પ્રાથમિક સર્વેના અનુમાનના કારણે શેરબજારમાં ત્તેજીના ઘોડાપુર આવ્યા છે. રોકાણકારોએ વિશ્વાસ સાથે ખરીદીનો દોર ચાલુ રાખતા ત્તેજી દિવસ દરમિયાન વધુને વધુ મજબુત બની હતી. ગઈકાલે સેન્સેકસે ૩૭૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવ્યા બાદ આજે ૩૭૫૦૦ની સપાટી કુદાવી હતી. આઈઓસી, એચએફસીએલ, બંધન બેંક, ટીસીએસ, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, લાર્સન ટુબ્રો, ઈન્ફોએઝડ સહિતના શેરોના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૩ કલાકે સેન્સેકસ ૫૧૪ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૫૬૯ અને નિફટી ૧૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૩૧૫ પોઈન્ટ પર ટ્રેડ કરી ર્હ્યાં છે. આગામી દિવસોમાં પણ તેજી જારી રહે તેવું જાણકારો માની રહ્યાં છે, જો લોકસભાની ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલા સર્વે સાચા ઠરશે તો આગામી મહિનાઓમાં સેન્સેકસ ૪૦ હજારની સપાટી કુદાવે તેવી સંભાવના જણાય રહી છે.

Loading...