Abtak Media Google News

વિશ્વભરના દેશોમાં સહાય પેકેજથી બજારની સ્થિતિમાં સુધારો: રોકાણકારોની અસ્ક્યામતોમાં ૧૫ લાખ કરોડનો વધારો

રેપોરેટમાં ૦.૭૫ ટકાનો ઘટાડો કરવાની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનરની જાહેરાત: નવો રેપરેટ ૦.૪ ટકા, રીવર્સ રેપોરેટ ૦.૯૦ ટકા ઘટયો

વૈશ્વિકકક્ષાએ અમેરિકા સહિતનાં દેશોએ આર્થિક પેકેજની જાહેરાત કરી છે જેની અસર અમેરિકાનાં ડાઉ ઝોન્સ સહિતના શેરમાર્કેટ પર જોવા મળી હતી. તાજેતરમાં ડાઉ ઝોન્સ ૧૯૩૩ બાદ પ્રથમ વખત ૧૧ ટકાનાં ઉછાળા સાથે ટ્રેડ થયો હતો. ગઈકાલે પણ ડાઉ ઝોન્સનાં ૧૩૫૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. હવે ભારતીય બજારમાં પણ આજે સતત ત્રીજા દિવસે પોઝીટીવ માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસથી બજારમાં ૧૫૦૦ પોઈન્ટ જેટલો ઉછાળો રહ્યો છે. ચાર દિવસમાં બજાર ૫૦૦૦ પોઈન્ટ જેટલું ઉછળ્યું છે.

આજે પણ બજારમાં સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું. સેન્સેકસ અને નિફટી અનુક્રમે ૩૨૦ અને ૧૩૫નાં અંક વધારા સાથે ટ્રેડ થયો હતો.

બીજી તરફ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર દાસએ રેપોરેટમાં ૦.૭૫ ટકાનો ઘટાડો કરવાની મહત્વની જાહેરાત કરી છે. અત્યાર સુધી રેપોરેટ ૫.૧૫ ટકા હતો જે હવે ઘટીને ૪.૪ ટકાએ પહોંચી ગયો છે. રીવર્સ રેપોરેટ પણ ૦.૯૦ ટકા ઘટયો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા થયેલી જાહેરાતનાં પગલે બેંકોનાં શેરમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. આ લખાય છે ત્યારે એકસીસ બેંક, યશ બેંક, ઈન્ડુસીંગ બેંક, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈનાં શેરમાં ૧૦ થી ૨૦ ટકાનો ઉછાળો નોંધાયો છે.

વિશ્ર્વભરનાં દેશોમાં સહાય પેકેજોની વણઝાર જોવા મળતા એશિયન તેમજ યુરોપીયન શેરમાર્કેટ થોડા સમયથી ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. બજારની સ્થિતિ સુધરી છે. ગઈકાલે સેન્સેકસમાં ૧૪૧૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો પરીણામે રોકાણકારોની સંપતિમાં ૧૧.૧૨ લાખ કરોડનો વધારો થયો હતો.

આજે પણ માર્કેટ ઉછળ્યું છે ત્રણ દિવસમાં સરેરાશ રોકાણકારોની સંપતિમાં ૧૫ લાખ કરોડનો વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે. હજુ પણ થોડા દિવસ તેજીનો માહોલ શેરબજારમાં જોવા મળશે.

કોરોના વાયરસનાં સંક્રમણ વચ્ચે બજાર પર ખુબ જ દબાણ જોવા મળ્યુ છે. લાંબા સમય સુધી બજારમાં ભારે ગાબડા પડયા હતા. સેન્સેકસ ૪૨,૦૦૦ પોઈન્ટથી તુટીને છેક ૩૫,૦૦૦ નજીક આવી ગયો હતો. પરીણામે રોકાણકારોનાં શ્ર્વાસ અઘ્ધર થઈ ગયા હતા. એસબીઆઈ કાર્ડ જેવો મહાકાય આઈપીઓ પણ રોકાણકારોનાં અંદાજ મુજબ ખુલ્યો ન હતો હવે સ્થિતિ બદલાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.