Abtak Media Google News

નિફટી ૧૨ હજારની સપાટી કુદાવવામાં સફળ: બેન્કિંગ સેકટરનાં શેરમાં ભારે લેવાલી: ડોલર સામે રૂપિયો ૦.૦૭ પૈસા મજબુત

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તેજીનું તોફાન જોવા મળ્યા બાદ આજે તેજીનો સળવળાટ યથાવત રહ્યો હતો. બજાર ખુલ્યા બાદ આજે પણ એકાએક ૪૦૦ પોઈન્ટ જેટલો ઉછાળો જોવા મળતા રોકાણકારોમાં હર્ષો ઉલ્લાસ જોવા મળ્યો હતો. લાંબા સમયે સેન્સેકસ-નિફટીમાં તેજી જોવા મળી હતી. સમયાંતરે આવેલી વોલીટાલીટીને છેલ્લા દોઢ મહિનાથી સેન્સેકસ કાપવામાં સફળ રહ્યું છે.

આજે ઈન્ડુસીન બેંક, ટાટા સ્ટીલ, એકસીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ સહિતની કંપનીઓના શેરમાં ૧.૭૭ ટકાથી લઈ ૩.૧૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. આજે બેન્કિંગ-ફાયનાન્સ સેકટરમાં ભારે લેવાલી વચ્ચે સરેરાશ ૧.૫૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઉપરાંત ઓટોમોટીવ અને કેમિકલ સેકટરમાં પણ આજે બજાર ગરમ રહ્યું હતું.

આ લખાય છે ત્યારે સેન્સેકસનો હાઈ ૪૦,૯૭૬નો છે જયારે લો ૪૦,૭૫૭નો રહ્યો છે. આજે સેન્સેકસ ૪૦,૪૬૭ના આંક પર ખુલ્યું હતું જોકે આજે પ્રારંભિક તબકકે નેગેટીવ વાતાવરણ રહ્યું હતું. બજાર ખુલતા જ લેવાલીનો માહોલ જણાયો હતો. નિફટીમાં પણ આજે તેજીનું તોફાન ફરી વળ્યું હતું.

નિફટી ૧૨ હજારની સપાટી તોડવામાં સફળ રહી હતી. આ લખાય છે ત્યારે નિફટી ૧૨ હજારના આંક પર ૧૦૩ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. બેંકિંગ ક્ષેત્રમાં લેવાલીના કારણે બેંક નિફટી ૨૪,૭૭૬ની સપાટીથી વધી હતી. અત્યારે બેંક નિફટી ૪૬૪ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ છે. મીડ કેપ અને સ્મોલ કેપના શેરમાં લેવાલીનો માહોલ સર્જાયો હતો.

બીજી તરફ આજે ડોલર સામે રૂપિયો મહદઅંશે મજબુત જણાયો હતો. આજે ખુલતાની સાથે જ ડોલર સામે રૂપિયો ૦.૦૭ પૈસા જેટલો મજબુત રહ્યો હતો જોકે ડોલરની સરખામણીએ અન્ય કરન્સી વધુ મજબુત જોવા મળી હોવાનું ફલિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.