Abtak Media Google News

૪૦૦ થી વધુ છાત્રો વિવિધ સ્પર્ધામાં લેશે ભાગ

રાજકોટ શહેરનાં વોર્ડ નં.૧ ના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કુલ દ્વારા છેલ્લા ૪ (ચાર) વર્ષથી સ્કુલના સંસ્થાપક સ્વ. સિંધુભા મુળુભા ચુડાસમાની પુણ્યતિથિ નીમીતે તા. ૧-૧-૨૦ (બુધવાર) ના રોજ  સ્પોર્ટસ ડે નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પોર્ટસ ડે માં કે.જી. વિભાગના પ્લે ગ્રુપ થી સીનીયર કે.જી. સુધીના ૪૦૦ બાળકો ભાગ લેનાર છે.

જેમાં પ્લે હાઉસ ગર્લ્સ માટે પ૦ મીટર રેસ, પ્લે હાઉસ બોયસ માટે પોટેટા રેસ, નર્સરી ગર્લ્સ માટે બકેટ બોલ, નર્સરી બોયસ માટે મ્યુઝીકલ ચેર, એલ.કે.જી. ગર્લ્સ માટે આગે હમ પીછે તુમ, એલ.કે.જી.  બોયસ માટે ઝીક ઝેક ગેમ, એચ.કે.જી. ગર્લ્સ માટે કલેકટ મારબલ, એચ.કે.જી. બોયસ માટે પેગ્સ રેસ, તેમજ સાયકલરેસ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. વિજેતા વિઘાર્થીઓને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવશે. આ સ્પોટસ ડે નું ઉદઘાટન સ્કુલના ચેરમેન શ્રીમતિ સજજનબા સિંધુભા ચુડાસમા દ્વારા કરવામાં આવશે. વાલીઓ માટે પણ સરપ્રાઇઝ  ગેમનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પોર્ટસ ડે ને યાદગાર બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા માર્ગદર્શન હેઠળ પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, અર્ચનાબા જાડેજા, હર્ષદભાઇ રાઠોડ, કર્મદિપસિંહ જાડેજા તેમજ શિક્ષણ ગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.