Abtak Media Google News

બે પૈસાની લાલચે લોકોના આરોગ્ય સાથે ચેડાં

દિવાળી ટાણે આરોગ્ય વિભાગના દરોડાથી મિલરોમાં ફફડાટ

દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમે હળવદની ઓઇલ મિલ પર દરોડા કર્યા હતા જેમાં રાધે ઓઇલ મિલમાંથી ૮૩ ડિસ્કો તેલના ડબ્બા મળી આવતા તંત્ર દ્વારા મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હળવદ-કોયબા રોડ પર આવેલ કિસાન વેર હાઉસના ગોડાઉન વિસ્તારમાં રાધે ઓઇલ મીલમાં ડિસ્કો તેલનું પેકીંગ થતું હોવાની ચોકકસ બાતમીના આધારે જીલ્લા કલેકટરની સુચનાથી જીલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને હળવદ મામલતદારની ટીમે રાધે મીલ ઓઇલ મીલમાં દરોડો પાડતા ડિસ્કો તેલનું પેકીંગ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

મામલતદાર અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૮૩ ડબ્બા ડિસ્કો તેલના જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માત્ર બે પૈસાની લાલચે લોકોનું આરોગ્ય જાખમાય તેવા તેલનો વેપલો કરતા તત્વો મેદાને પડયા છે. જીલ્લા કલેકટર આર.જે. માકડીયાની સુચનાથી હળવદ મામલતદાર વી.કે. સોલંકી, જીલ્લા ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારી નાઢા સહીતના સ્ટાફે રાધે ઓઇલ મીલમાં દરોડો પાડી ૮૩ ડિસ્કો તેલના ડબ્બા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.