Abtak Media Google News

લગ્ન સિઝનના કારણે કોર્પોરેશનના એક પણ હોલ ખાલી ન હોવાથી ભોમેશ્ર્વર અને મોચી બજારના રેનબસેરા ઉતારો અપાયો: ત્રણ કંપની સીઆઇએસએફ અને એસઆરપી જવાનો ચૂંટણી બંદોબસ્ત સંભાળશે

શહેરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવા આવેલી સીઆઇએસએફ અને એસઆરપીની ત્રણ કંપનીને ભોમેશ્ર્વર અને મોચી બજારમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાન મથક અને બુથ મુજબ પોલીસ બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજકોટમાં ચૂંટણી દરમિયાન માથાકૂટ થવાની ગંભીર ઘટના બનવાની શકયતા ન હોવાથી પોલીસ સ્ટાફ દ્વારા હળવાસથી લેવામાં આવી રહ્યું છે.

આમ છતાં રાજકોટમાં ચૂંટણી દરમિયાન એક કંપની સીઆઇએસએફ, એક કંપની ઝારખંડથી પેરા મિલ્ટ્રી ફોર્સ અને એક કંપની ભચાઉથી એસઆરપી તેમજ જુદા જુદા જિલ્લામાંથી ૧૫૦૦ પોલીસ જવાનોની મદદ લેવામાં આવનાર છે.

ચૂંટણી બંદોબસ્તમાં આવતા સુરક્ષા જવાનોને દર વખતે કોર્પોરેશનના હોલમાં ઉતારો આપવામાં આવે છે જેના કારણે તેઓની પ્રાથમિક સગવડ સારી રીતે સાચવવામાં આવે છે આ વખતે ચૂંટણી સમયે લગ્નની સિઝન હોવાથી કોર્પોરેશનનો એક પણ હોલ ખાલી ન હોવાથી સુરક્ષા જવાનોને રહેવા માટે ભોમેશ્ર્વર પ્લોટ અને મોચી બજાર ખટારા સ્ટેન્ડ પાસેના રેન બસેરામાં વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ભિક્ષુકગૃહમાં સુરક્ષા જવાનોનો સમાવેશ નહી થાય તો આજી ડેમ, યુનિર્વસિટી અને બી ડિવિઝન પોલીસ મથકમાં ઉતારો આપવામાં આવશે. ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણી પંચના આદેશ અનુસાર ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગ દર્શન હેઠળ ૧૨ ટીમ એસએસટી અને ૧૨ ફલાઇંગ સ્કવોડ બનાવવામાં આવ્યો છે.

એસએસટીની ટીમમાં એક સિવિલીયન સાથે એક પોલીસ તે રીતે ફાલઇંગ સ્કવોડની ગોઠવણ કરવામાં આવી છે. એસએસટી ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ અને રોકડની થતી હેરાફેરી પર બાજ નજર રાખે છે. જ્યારે ફલાઇંગ સ્કવોડ આચાર સહિતનાનો અમલ કરાવવાની કામગીરી સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.