Abtak Media Google News

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ત્રણ દિવસ આજે અને 18-19 ઓગસ્ટે ગુજરાત મધ્યમથી અતિભારે વરસાદ થશે. આગાહી વચ્ચે આજે વહેલી સવારે 5 વાગ્યે ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વેજલપુરમાં અત્યાર સુધી અઢી ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસવાની શરૂ થયું હતું. જેમાં એસજી હાઈવે, વેજલપુર, સેટેલાઈટ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, બોપલ, બોડકદેવ, જીવરાજપાર્ક, વાસણા, રાણીપ, અખબારનગર, ચાંદખેડા, ઉસ્માનપુરા, બાપુનગર, સરસપુર, નરોડા, મણીનગર, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

શહેરના અનેક વિસ્તારોમાં દે ધનાધન વરસાદને પગલે ગોતા, દૂધેશ્વર, સરસપુર, જૂના વાડજ, રખિયાલના નીચાણવાલા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. તો શહેરના અનેક વિસ્તારોના માર્ગો પાણી પાણી થઈ જતાં વાહન ધીમેધીમે પસાર કરવા લોકો મજબૂર બન્યા હતા. લોકોને બાઈક અને સ્કૂટર જેવા વાહનોમાં બહાર નીકળતા ડર લાગી રહ્યો છે. વરસાદમાં વાહન બંધ પડે તેવી નોબત ન આવે તે માટે પણ લોકો ઘરબહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

તેમજસાબરકાંઠામા આજ સવારથી મેઘરાજા આવવા માટે જાણે રથયાત્રા લઈને નિકળયા હોય તે રીતે કાળા ડિબાંગ વાદળો છવાયા છે.વરસાદ રાહ જોવડાવ્યા બાદ બીજી ઇનિંગ્સ ચાલુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.