Abtak Media Google News

અબજો વર્ષ પહેલા બ્રહ્માંડના શરૂઆતી ઈતિહાસમાં હાઈડ્રોઝન અને હિલીયમના મિશ્રણથી પરમાણુ બન્યા હતા

તાજેતરમાં જ અંતરિક્ષના નિષ્ણાંતોએ સૌપ્રથમ વખત બ્લેક હોલની તસ્વીર જાહેર કરવામાં સફળતા મેળવ્યા બાદ સ્પેસ રિસર્ચરોએ વધુ એક ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે. વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં પ્રથમ વખત પ્રાચિન પ્રકારના પરમાણુ હિલીયન હાઈડ્રાઈડ આયનની શોધ કરી છે.

આ પરમાણુ આશરે ૧૪ અરબ વર્ષ પહેલા બ્રહ્માંડમાં ઘટતા તાપમાનને કારણે પરમાણુના અણુ બન્યા હતા. શરૂઆતમાં જયારે બ્રહ્માંડ ઉપર શોધની શરૂઆત થઈ ત્યારે પરમાણુની મહત્વતા છતાં ભૌતિક રચનામાં બાહ્ય અંતરિક્ષમાં ગેસ અને અન્ય તત્ત્વોને કારણે તેની ઉપર અભ્યાસ થઈ શકયો ન હતો.

આજે બ્રહ્માંડમાં વિવિધ ગ્રહો, તારા મંડળ અને અનેક રહસ્યમય ઉપગ્રહો છે. પરંતુ અરબો વર્ષ પૂર્વ અંતરિક્ષનું વાતાવરણ ખુબજ ગરમ હતું ત્યારે બ્રહ્માંડમાં અણુ, પરમાણુ અને હાઈડ્રોઝન જેવા તત્ત્વો હતા પરંતુ હવે ખૂબજ ઓછી માત્રામાં બ્રહ્માંડમાં અણુ બચ્યા છે. સૌપ્રથમ વખત અંતરિક્ષમાં હાઈડ્રોઝન અને હિલીયમના નિશ્રણથી પરમાણુ બન્યા હતા. પરમાણુ પણ અંતરિક્ષમાં રહેલા તારા જેવા આકારમાં દેખાયા હતા જે મુખ્યત્વે એક ગેસથી ભરેલ પદાર્થ છે.

આ શોધ નાસા અને સોફીયા નામના બોઈંગની મદદથી કરવામાં આવી હતી. જેમાં ૧૦૬ ઈંચ ડાયામીટરનો ટેલીસ્કોપ મુકવામાં આવ્યો હતો. ૨૦૧૬માં પણ નાસાએ અંતરિક્ષમાં ૪૫ હજાર ફૂટની દૂર ઉપર પૃથ્વીની વિવિધ પરત ઉપર શોધ કરવાની શરૂઆત કરી હતી. પરંતુ તે સમયે ટેલીસ્કોપમાં પુરતી સ્પેસ ટેકનોલોજીને કારણે આ મીશન અધૂરું રહ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.