Abtak Media Google News

 

વિજ્ઞાન ઓન વ્હી

લ એટલે કે સાયન્સ એકસપ્રેસ અત્યારે ભકિતનગર સ્ટેશને ૨૮ થી ૩૧ ઓગષ્ટ સુધી ઉભી છે. જેનો સ્કૂલના છાત્રો અને વિજ્ઞાન જિજ્ઞાસુઓ, જ્ઞાન નિાસુઓ લાભ લઈ રહ્યા છે. સાયન્સ એકસપ્રેસ એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ભારત સરકારનો વિશેષ કાર્યક્રમ છે. તે ૧૬ વાતાનુકુલિત કોચ ધરાવતી રેલગાડીમાં મઢેલું ભારતભરમાં ફરતું એક અનોખું વિજ્ઞાન પ્રદર્શન છે. તેણે ૧,૬૦,૦૦૦ કિ.મી.નો પ્રવાસ કરીને ૫૨૦ મુકામોએ પ્રદર્શન કરીને ૮ વખત ભારતના પ્રવાસ કર્યા છે. સાયન્સ એકસપ્રેસનાં ૧૭૮૦ પ્રદર્શની દિવસોમાં તેને ૧.૭૬ કરોડ મુલાકાતીઓ સાથેનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેની નોંધ લેવામાં આવી છે. અત્યારે આ વિજ્ઞાન પ્રદર્શન ટ્રેન રાજકોટના ભકિતનગર રેલવે સ્ટેશને ઉભી છે. તેની મુલાકાત લેવાનો કોઈ જ ચાર્જ નથી જેથી લોકો નિ:શુલ્ક અને આસાનીથી તેનો લાભ લઈ શકે છે. આ વિજ્ઞાન પ્રદર્શન ટ્રેનને નવી દિલ્હીથી રેલ મંત્રી સુરેશ પ્રભુએ લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.