સ્કૂલ ચલે હમ… વિધાર્થીઓને સુરક્ષા કવચ: તપસ્વી શાળાને દિવસમાં બે વખત સેનિટાઈઝ કરાય છે

કોરોના મહામારીના કારણે શાળાઓ ૧૦ મહિના બાદ ફરીથી ખોલી છે. કોરોના એ મહાભારત કાળની યાદ અપાવી દીધી છે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્ર રક્તવર્ણા ધરતી પર લડાયું. મહાભારતમાં આમ તો અનેક યોદ્ધાઓ હતા. આમ છતાં દરેક પાત્ર જાણે ખાસ હોય કે મુખ્ય હોય તેવું વર્ણન છે. આજે પણ તે સમયના કૌશલ્યની સ્થિતિની જેમ છાત્રોએ અનુકરણ કરવું ઘટે. એકલવ્યએ અપ્રતિમ લગનથી જાતે જ શીખી ધનુર્વિદ્યા. તેમણે ગુરુભક્તિનું જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે અજોડ છે.

કોરોના મહામારીએ માતા-પિતાને શિક્ષક બનાવી દીધા હોવાના કિસ્સા બહાર આવ્યા હતા. પપ્પાએ દીકરા-દીકરીના ટયુશન લીધા તો મમ્મીએ રસોડાની સાથોસાથ ભણતરનો ભાર પણ ઊંચક્યો હતો. ઓનલાઇન શિક્ષકે લાખો બાળકોનું ભણતર રઝળતું અટકાવી દીધું આજે પણ મોટાભાગના બાળકો ઓનલાઇન શિક્ષણને અપનાવી રહ્યા છે ત્યારે હવે શાળાએ જ બોર્ડના વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થઇ જતા સોનામાં સુગંધ ભળે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.

આખી સ્કૂલને દિવસમાં બે વખત સેનિટાઈઝ કરાઈ: અમીશભાઈ દેસાઈ (તપસ્વી સ્કૂલના ટ્રસ્ટી)

૧૦ મહિના બાદ આજે જ્યારે સ્કૂલ ખુલી ત્યારે ‘અબતક’ની ટીમે તપસ્વી સ્કૂલની મુલાકાત લીધી હતી, સંપૂર્ણ શાળા સંકુલમાં બધાના ચહેરા પર ઉત્સાહની એક લહેર જોવા મળી . તપસ્વી સ્કૂલના ટ્રસ્ટી અમીશભાઈ દેસાઈ સાથેની વાતચીતમાં ‘અબતક’ દ્વારા ખાસ નોંધ લેવામાં આવી હતી. જેની વિગતો આ મુજબ છે. તપસ્વી સ્કૂલમાં સંપૂર્ણ રીતે કોવિડ ગાઈડલાઈન તેમજ ગવર્મેન્ટની સ્કૂલ ખોલવા અંગેની એસઓપી મુજબ તમામ કાર્યો થઇ રહ્યા હતા જેવા કે વિદ્યાર્થી અથવા તો કોઈ પણ ટીચર્સ સ્કૂલમાં પ્રવેશ કરે એ પહેલા એમનું ટેમ્પરેચર ચેક કરી અને હાથ સેનીટાઈઝ કરીને જ સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં આવતો, આખી સ્કૂલને દિવસમાં બે વખત સેનેટર્સ પણ કરવામાં આવે છે તે ઉપરાંત તમામ વિદ્યાર્થીઓ અને ટીચર્સને તેમજ એક્સટર્નલ સ્ટાફને માસ્ક પહેરવા ફરજીયાત છે, સાથેજ સોશિયલ ડિસ્ટન્સની પણ પુરતી કાળજી રાખવામાં આવી છે.

૧૦ મહિના બાદ શિક્ષણકાર્ય શરૂ થતાં શિક્ષકગણ ખુશખુશાલ: પલકબેન આચાર્ય (શિક્ષક)

ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે આજથી શાળાઓ ખુલી મુકવામાં આવેલ. આ અંગે ‘અબતક’ની ટીમે તપસ્વી સ્કૂલની મુલાકાત લીધી હતી ત્યાંના શિક્ષક પલકબેન આચાર્ય સાથે વાતચીત કરી હતી જેમાં એમને જણાવ્યું કે, ઓફલાઈન ભણવા માટેની ઉત્સુકતા ખૂબ જ વધારે છે તમામ ટીચીંગ સ્ટાફ ખૂબ જ ખુશ હતો કે આખરે ૧૦ મહિના પછી ફરીથી વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ પ્રોવાઇડ કરી શકાશે સાથે જ ટીચરે જણાવ્યું કે, ઓનલાઈન ટીચિંગ દરમ્યાન એમને ટુડન્ટસને એક્ટિવ રાખવા માટે કયા પ્રકારની મેથડનો પાલન કરતા હતા, આ સાથે જ એમણે જણાવ્યું કે ઓફલાઈન છે છે એનું મહત્ત્વ શું છે આ તમામ બાબતોની ‘અબતક’ ટીમ દ્વારા ખાસ નોંધ લેવામાં આવી હતી.

Loading...