સ્કૂલ ચલે હમ… ગાઈડલાઇનના પાલન સાથે મહાત્મા ગાંધી શાળાનો પ્રારંભ

કોરોના મહામારીના કારણે શાળાઓ ૧૦ મહિના બાદ ફરીથી ખોલી છે. કોરોના એ મહાભારત કાળની યાદ અપાવી દીધી છે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્ર રક્તવર્ણા ધરતી પર લડાયું. મહાભારતમાં આમ તો અનેક યોદ્ધાઓ હતા. આમછતાં દરેક પાત્ર જાણે ખાસ હોય કે મુખ્ય હોય તેવું વર્ણન છે. આજે પણ તે સમયના કૌશલ્યની સ્થિતિની જેમ છાત્રોએ અનુકરણ કરવું ઘટે. એકલવ્યએ અપ્રતિમ લગનથી જાતે જ શીખી ધનુર્વિદ્યા. તેમણે ગુરુભક્તિનું જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે અજોડ છે.

કોરોના મહામારીએ માતા-પિતાને શિક્ષક બનાવી દીધા હોવાના કિસ્સા બહાર આવ્યા હતા. પપ્પાએ દીકરા-દીકરીના ટયુશન લીધા તો મમ્મીએ રસોડાની સાથોસાથ ભણતરનો ભાર પણ ઊંચક્યો હતો. ઓનલાઇન શિક્ષકે લાખો બાળકોનું ભણતર રઝળતું અટકાવી દીધું આજે પણ મોટાભાગના બાળકો ઓનલાઇન શિક્ષણને અપનાવી રહ્યા છે ત્યારે હવે શાળાએ જ બોર્ડના વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થઇ જતા સોનામાં સુગંધ ભળે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.

નિયમોનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખી: જીમિલ પરિખ, ટ્રસ્ટી (મહાત્મા ગાંધી સ્કૂલ)

આશરે ૧૦ મહિના બાદ સ્કૂલો ફરીથી ચાલુ કરવામાં આવી છે. અને બાળકોના ભવિષ્ય માટે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ખૂબ મહત્વપૂર્ણ છે ત્યારે કોરોના કાળમાં ભણતર ઘરે બેઠા થતું હતું પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા સ્કૂલો ખોલવામાં આવી છે. ત્યારે ‘અબતક’ દ્વારા એક વિરોષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી જિમિલભાઈ પરીખ એ જણાવ્યું હતું કે મહિના બાદ સ્કૂલ ધબકતી હેય તેવું લાગે છે. તેમનું માનવું છે કે વિદ્યાર્થીઓના આવ્યા પછી જ સ્કૂલમાં જીવ ફરી આવ્યો છે. મહાત્મા ગાંધી સ્કૂલ દ્વારા ગવર્મેન્ટની ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે તેઓએ બાળકોને ત્રણ અલગ અલગ વિભાગમાં બોલાવ્યા છે, વિદ્યાર્થીઓનો સ્કુલે આવવાનો સમય અને છૂટવાનો સમય અલગ અલગ છે, તેથી વિદ્યાર્થીઓ એક સાથે ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાઈ, તેમણે માસ્ક અને સેનીટાઇઝરના ઉપયોગને પણ ફરજિયાત કર્યું છે.

પ્રથમ વખત સ્કૂલે જવાનો આનંદ થયો’તો તેટલો જ આનંદ અત્યારે: વિદ્યાર્થી (મહાત્મા ગાંધી સ્કૂલ)

ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ અનેરો હતો. મહાત્મા ગાંધી સ્કૂલમાં ભણતી દસમાં ધોરણની એક વિદ્યાર્થીનું કહેવું હતું કે, તેને એટલો જ આનંદ છે જેટલો એને પહેલીવાર સ્કૂલે જવામાં હતો, તેણે તેના શિક્ષકોને સૌથી વધારે યાદ કર્યા હતા અને હવે જ્યારે તે સ્કુલ પાછી આવી છે ત્યારે એ આનંદ અનુભવે છે. તે સાથે જ એકબીજા વિદ્યાર્થીનું એવું કહેવું હતું કે ઘરે બેઠા તેઓથી સરખુ ભણાતું નહોતું કારણ કે તેમનું અડધું. ધ્યાન તો મોબાઈલમાં અને સોશિયલ મીડિયામાં જ રહેતું પણ હવે સ્કૂલ પાછા આવ્યા બાદ તેઓને આનંદ છે કે, શિક્ષકો હવે તેમના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકશે અને આ બોર્ડની પરીક્ષામાં તેઓ ખૂબ સોશે અને અગ્લ નંબરથી પાસ થશે.

Loading...