સ્કૂલ ચલે હમ… પંચશીલ શાળાના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

કોરોના મહામારીના કારણે શાળાઓ ૧૦ મહિના બાદ ફરીથી ખોલી છે. કોરોના એ મહાભારત કાળની યાદ અપાવી દીધી છે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્ર રક્તવર્ણા ધરતી પર લડાયું. મહાભારતમાં આમ તો અનેક યોદ્ધાઓ હતા. આમછતાં દરેક પાત્ર જાણે ખાસ હોય કે મુખ્ય હોય તેવું વર્ણન છે. આજે પણ તે સમયના કૌશલ્યની સ્થિતિની જેમ છાત્રોએ અનુકરણ કરવું ઘટે. એકલવ્યએ અપ્રતિમ લગનથી જાતે જ શીખી ધનુર્વિદ્યા. તેમણે ગુરુભક્તિનું જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે અજોડ છે.

કોરોના મહામારીએ માતા-પિતાને શિક્ષક બનાવી દીધા હોવાના કિસ્સા બહાર આવ્યા હતા. પપ્પાએ દીકરા-દીકરીના ટયુશન લીધા તો મમ્મીએ રસોડાની સાથોસાથ ભણતરનો ભાર પણ ઊંચક્યો હતો. ઓનલાઇન શિક્ષકે લાખો બાળકોનું ભણતર રઝળતું અટકાવી દીધું આજે પણ મોટાભાગના બાળકો ઓનલાઇન શિક્ષણને અપનાવી રહ્યા છે ત્યારે હવે શાળાએ જ બોર્ડના વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થઇ જતા સોનામાં સુગંધ ભળે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.

અબતક સાથેની વાતચિત દરમિયાન પંચશીલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયાએ જણાવ્યું હતુકે આજે શાળામાં ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને નવ મહિના બાદ શાળાએ જોયાબાદ એક અનોખો ઉત્સવ જેવોમાહોલ જોવા મળ્યો છે. તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં સેનેટાઈઝર, માસ્ક ફરજીયાત અને એક કલાસ રૂમમાં ઓછામાં ઓછા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે. એક સિફટ પૂર્ણ થયાબાદ બિજી સિફટ શરૂ થતા પહેલા તમામ કલાસરૂમમાં ડિસ્નફેકશન કરવામાં આવે છે. પૂર્ણ તકેદારી સાથે અને વાલીઓની સહમતી સાથે જ વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યા છે. જે બાળકો શાળાએ નથી આવતા તેમના માટે ઓનલાઈન એજયુકેશન શરૂ જ છે. વધુમાં જણાવતા કહ્યું હતુ કે ઓનલાઈન એજયુકેશન એ વેકિલ્પક ઉપાય છે. તે શાળાનો પર્યાય ન બની શકે. બાળકો શાળાએ આવીને શિક્ષણ મેળવે તેવું ઓનલાઈન એજયુકેશનમાં ન જ મેળવી શકે. અત્યારે બાળકોમાં ઓનલાઈન એજયુકેશન પર થોડો ભરોસો વિદ્યાર્થીને બેઠો હતો પરંતુ શાળા જેવું તો શકય જ નથી. બાળકો શાળાએ આવે તો શિક્ષણ ઉપરાંત અનેક વિધ પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય છે. અત્યારે કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં વધુ વિદ્યાર્થીઓ શાળાએ આવશે તેવી અપેક્ષા છે.

થેન્કયુ સરકાર!!! સ્કૂલો શરૂ થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ

અબતક સાથેની વાતચીત દરમિયાન પંચશીલ સ્કુલની વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતુ કે છેલ્લા ૯ મહિનાથી ઘરે ઓનલાઈન શિક્ષણ મેળવતા હતા. ત્યારે આજે શાળાએ આવીને શિક્ષણ મેળવવાનો આનંદ જ અનેરો છે. અમારી સ્કુલમાં તમામ તકેદારીનાં પગલા લેવામાં આવ્યા છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે. એક કલાસમાં વધીને ૧૦ થી ૧૨ જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. ફરજીયાત માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરાવવામાં આવે છે. ઓનલાઈન શિક્ષણથી એટલું ન સમજાતું જેટલુ શાળાએ શિક્ષકો ભણાવતા ધો.૧૦એ અમારા કરીયર માટે મહત્વનું છે. ત્યારે સરકારના આ નિર્ણયથી અમે ખૂબજ ખુશ થયા છીએ.

Loading...