Abtak Media Google News

ભારે બરફવર્ષા થતા લાઈટ, ઈન્ટરનેટ અને હેલીકોપ્ટર સેવા બંધ થઈ હતી.

સવારથી બરફવર્ષા બંધ થતા વાતાવરણમાં સુધારો.

ભારે હિમવર્ષાના કારણે કેદારનાથ અને બદ્રિનાથમાં ફસાયેલા અંદાજે ૧ હજાર જેટલા ગુજરાતીઓ સુરક્ષિત હોવાનું તંત્રએ જણાવ્યું છે. ગઈકાલે બરફવર્ષા થતા લાઈટ, ઈન્ટરનેટ અને હેલીકોપ્ટર સેવા ઠપ્પ થઈ હતી ત્યારબાદ આજ સવારથી હિમવર્ષા બંધ થતા વાતાવરણમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. જેથી યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે.

ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે હિમવર્ષાના કારણે ચારધામની યાત્રાને ગઈકાલે અટકાવવી પડી હતી જેના કારણે ૧૦૦૦ જેટલા ગુજરાતી યાત્રિકો અટવાયા હતા.

મંદિર પાસે રહેલા ગુજરાતી યાત્રિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેદારનાથ અને બદ્રિનાથ ગયેલા ગુજરાતી યાત્રિકોના પરીવાર ચિંતાતુર બન્યા હતા ત્યારે તંત્રએ આ યાત્રિકો સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.

ખરાબ હવામાનના કારણે ચારધામ યાત્રામાં ગયેલા યાત્રિકો તેમજ ઉનાળાનું વેકેશન માણવા ગયેલા ટુરીસ્ટો સાઈટ સીનપર જઈ શકયા ન હતા. મોટાભાગના ટુરીસ્ટોને હોટલનો આશરો લઈને રૂમમાં પુરાવવાની ફરજ પડી હતી. મનાલીમાં લેન્ડ સાઈડ થતા રસ્તા બંધ થયા હતા.

જેથી ટુરીસ્ટોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ભારે હિમવર્ષાના કારણે ચારધામની યાત્રા ગઈકાલે અટકાવી દેવામાં આવી હતી. કુલ ૨૦૦૦ જેવા યાત્રિકો ચારધામની યાત્રાએ ગયા હતા. જેમાંથી ૧૦૦૦ યાત્રિકો બદ્રીનાથ અને કેદારનાથમાં છે.

ભારે હિમવર્ષા થતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ગઈકાલે યાત્રા અટકાવી દેવામાં આવતા યાત્રિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત ગઈકાલે હેલીકોપ્ટર ઉડી શકે તેવું વાતાવરણ ન હોવાથી યાત્રિકો નીચે ઉતરી શકયા ન હતા. ભારે હિમવર્ષાના કારણે ભુસ્ખલન પણ થયું હતું. જેને પગલે રસ્તાઓ બંધ થયા હતા.

લાઈટ અને ઈન્ટરનેટ સેવા પણ બંધ થતા યાત્રિકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ખરાબ હવામાનના કારણે અગાઉના વર્ષોમાં પણ ખાના-ખરાબી પણ સર્જાઈ હતી. આ કારણોસર યાત્રિકોના પરિવારોમાં ચિંતા જોવા મળી હતી.

ગઈકાલે ખરાબ વાતાવરણના કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી પરંતુ આજ સવારથી બરફવર્ષા બંધ થતા વાતાવરણમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. જેથી યાત્રા પુન: શરૂ કરી દેવામાં આવી છે.

હાલ ઘણા ગુજરાતી યાત્રિકો નીચે પણ ઉતરી ગયા છે. વાતાવરણમાં સુધારો થતા યાત્રિકોના પરીવારજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ભારે હિમવર્ષાના કારણે નેટવર્કમાં પણ ખામી સર્જાઈ હતી ત્યારે યાત્રિકોને તેના પરિવારજનો સાથે સંપર્ક સાધવામાં મુશ્કેલી સર્જાય હતી.

આજે વાતાવરણમાં સુધારો આવતા યાત્રિકોનો પરિવારજનો સાથે સંપર્ક થઈ શકયો હતો. તેઓ નીચે ઉતરી રહ્યા હોવાના પરિવારજનોને સમાચાર મળતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

ભારે હિમવર્ષામાં અટવાયેલા યાત્રિકોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. સેના અને જવાબદાર અધિકારીઓનો કાફલો યાત્રિકોની વ્યવસ્થા માટેના કામમાં લાગી ગયો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.