જીવનમાં આ રીતે પૈસા બચાવો જીવન સરળ બનાવો

આજના યુગમાં આ પૈસા

આજે દરેક વ્યક્તિ પોતે એકજ વસ્તુ માટે મહેનત અને દોડધામ કરતો હોય છે તે છે પૈસા. જેની મહત્વતા આજે વિશેષ થઈ ગયી છે. કોઈપણ વસ્તુનું મૂલ્ય સૌ પ્રથમ આજે તે જ વસ્તુથી છે.નાની-મોટી સમસ્યાનો ઉકેલ તેજ અપાવે છે અને દરેકનું જીવન એકબીજાથી વિભિન્ન તે કરે છે. તો આજના સમયમાં તેની પરિભાષા પોતાની રીતે કરતાં હોય છે. તે છે આજના યુગમાં પૈસા.

તેની વિશેષતા કેટલી ?

સમયના બદલાવ સાથે તેની વિશેષ ભૂમિકા છે. આજે જો ઘરમાં કોઈ વડીલો હોય તો તે અવશ્ય કહેશે કે અમે તો દૂધના આટલા પૈસા ક્યારેય આપ્યા નથી. આજે દૂધના લિટરનો ભાવ ૬૦ રૂપિયાથી વધી ગયા છે, જ્યારે પહેલા તે માત્ર ૬ રૂપિયા જેટલું હતું. તો સમય સાથે પરીવર્તન આવ્યું તો તેનું મૂલ્ય વધ્યું,કારણ સમય જતાં તેની ઉપયોગતા અને મૂલ્યતા વધતી ગયી.

તેની સાચવણી મહત્વની કેમ ?

આજના લોકો પોતે જેટલા પૈસા કમાતા હોય છે તેનો તરત ઉપયોગ કરે છે, તેને ભવિષ્યની ચિંતા થતી નથી. તો આવું શું કામ ? કારણ હવે લોકોને કાલની ચિંતા નથી,પણ આજ કરતાં તેમાં વધારે મહત્વતા છે. તો દરેકે તેની સમજ કરવી તે હવે બહુ અગત્યનું છે. તેની સાચવણી આ કારણથી મહત્વની છે કારણ  તમારા જીવનને બચાવી શકે છે.

અમુક સરળ રસ્તા જેનાથી પૈસા બચશે જ

જૂની વસ્તુ વેચતા રહો

ઘરમાં દરેક ગૃહિણી ઘરની અનેક વસ્તુ દિવાળીમાં અવશ્ય વેચતા કાઢતી હોય છે. ત્યારે આજે આ એક એવો રસ્તો છે જેનાથી દરેક પૈસા બચી શકે છે. ત્યારે ખાલી દિવાળીમાં જ નહીં પરંતુ દરેક મહિના ના અંતે વપરાતી કે નકામી થયેલી વસ્તુ પસ્તીની સાથે વેચો તો જગ્યા થશે અને ઘરમાં પૈસા પણ બચી શકશે.

ફ્રી કૂપન વાપરો

ખરીદી કરતી વખતે અનેક મોટા સ્ટોરમાં સેલ સમયે અનેક કૂપન આવતા હોય છે. ઘણા તેનો ઉપયોગ કરતાં નથી અથવા તેના ફેકી દે છે. ત્યારે આ ફ્રી કૂપન ખૂબ પૈસા બચવામાં મોટી ભૂમિકા ભજવતા હોય છે. તો તેનો ઉપયોગ સમય અંતરે કરો જેનાથી પૈસા બચશે અને નવી વસ્તુ ઘરમાં પણ ઉપયોગિતા આવશે.

થોડું ચાલવું જોઈએ

સમય સાથે આજે દરેકે પોતાની જિંદગી બદલી નાખી છે. ત્યારે હવે દરેક સ્કૂટર કે મોટરનો ઉપયોગ કરે છે. ત્યારે નાની-મોટી અનેક જગ્યાએ જવું તેમાં પણ દરેક વ્યક્તિ વાહનનો ઉપયોગ કરે છે. જ્યારે હવે આ વ્યસ્ત જીવનમાં થોડું ચાલવું તે પણ ખૂબ સ્વાસ્થ્ય માટે અગત્યનું છે. તો આ કારણોથી પૈસા પણ બચાવી શકાય છે.

 

Loading...