Abtak Media Google News

શિબિર દરમિયાન આરોગ્ય, શિક્ષણ, વ્યસન મૂકિત, સ્ત્રી સશકિતકરણ, ચિત્ર સ્પર્ધા સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું 

નૂતન કેળવણી મંડળ સંચાલિત  વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ  ગજજ વિભાગ, પીઠવડી ગ્રામ પંચાયત તથા શ્રી દિવાળી બા હાઈસ્કૂલ, પીઠવડી નાં સંયુક્ત ઉપક્રમે  ગજજ ની ખાસ શિબિર તા.૧૧-૧૨-૨૦૧૯ થી તા.૧૭-૧૨-૨૦૧૯ સુધી પીઠવડી મુકામે યોજવામાં આવેલ છે. શિબિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ગજજ ઉશતિિંશભિં ઈજ્ઞજ્ઞમિશક્ષફજ્ઞિંિ પ્રો. જે.એમ.તળાવિયા તેમજ મુખ્ય મહેમાન તરીકે  ભૌતિકભાઈ સુહાગીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રીજી કેળવણી મંડળ ના પ્રમુખ વીનુભાઈ બાલધા, ઉપસરપંચ રામકુભાઈ ખુમાણ, સંજયભાઈ કામળીયા, જયરાજભાઈ પટદીર, અમુલભાઈ રતનપરીયા, નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ  મુકુંદભાઈ નાગ્રેચા, મેનેજીંગ ટ્રસ્ટી  જયંતીભાઈ વાટલિયા,  વીનુભાઈ રાવળ ઉપસ્થિત રહ્યા હતા.  ઉદઘાટન પ્રસંગ ની સાથે જ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં  લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ડો. અરુણભાઈ મિસ્ત્રીએ ૮૧ દર્દીઓને તપાસીને દવા આપી હતી. નેત્ર ચિકિત્સા શિબિરમાં હનીફભાઇ ગોપાલાણીએ ૭૫ દર્દીને તપાસીને રાહત દરે ચશ્મા આપ્યા હતા. અને કુશાંગભાઈ ગોહીલ સહિતે સેવા આપી હતી

શિબિર દરમ્યાન આરોગ્ય, શિક્ષણ, વ્યસન મુક્તિ, સ્ત્રી સશક્તિકરણ, ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રમત ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે જેવી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત સંજયભાઈ કામળીયા, ડો. તેરૈયા, મધુભાઈ સવાણી, ડો. શૈલેષભાઈ રવિયા જેવા પ્રખર વક્તાઓના વ્યાખ્યાનોનો લાભ પણ શિબિરાર્થી બહેનો તથા ગ્રામજનોને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.