Abtak Media Google News

બીસીસીઆઈ વુમન્સ સિનિયર ટી.૨૦ ટુર્નામેન્ટ ૨૦૧૯-૨૦

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ગ્રાઉન્ડમાં ચાર મેચ રમાઈ જેમાં દિલ્હી-મિઝોરમ, સૌરાષ્ટ્ર બેંગાલ, ગોવા-અરૂણાચલ પ્રદેશ અને તમિલનાડુ, મહારાષ્ટ્ર વચ્ચે મેચ રમાયો

બીસીસીઆઈ વુમન્સ સિનિયર ટી.૨૦ ટુર્નામેન્ટ ૨૦૧૯-૨૦ એલીટ ગ્રુપ ઈ માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમના ગ્રાઉન્ડ ૧માં દિલ્હી સામે મિઝોરમની મેચ રમાઈ જેમાં દિલ્હીનો વિજય થયો હતો.

દિલ્હીએ ટોસ જીતી બેટીંગ કરી જેમાં દિલ્હીએ ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાન પર ૧૬૪ રન કર્યા જેમાં નેહા ભાર્ગવે ૬૪ બોલમા ૭૪ રન કર્યા જયારે આયુષી સોનીએ ૧૯ બોલમાં ૩૩ રન કર્યા નૈના જોષીએ ૨૪ બોલમાં ૨૮ રન ફટકાર્યા હતા.

જયારે મિઝોરમે ૧૬૫ રન સુધી પહોચી શકયું નહતુ મિઝોરમ ૨૦ ઓવરમા ૫ વિકેટના નુકશાન પર ૭૫ રનમાં સમેટાઈ ગયું હતુ જેમાં પ્રાજકતાએ ૫૩ બોલમાં ૨૬ રન જયારે મનક અને લલીતાએ ૧-૧ વિકેટ લીધી હતી.

આ દિલ્હી ૮૯ સાથે વિજેતા બની ૪ પોઈન્ટ મેળવ્યા હતા.

જયારે ગ્રાઉન્ડ ૨માં સૌરાષ્ટ્ર અને બેંગાલ વચ્ચેના મેચમાં બેંગાલ ૯ વિકેટે જીતી ગયું હતુ સૌરાષ્ટ્રે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી અને ૨૦ ઓવરમાં ૮૨ રન કર્યા હતા જેમા નેહા ચાવડાએ ૨૭ બોલમાં ૨૦ રન ક્રિશ્ર્ના એ ૧૫ રન કર્યા હતા. જયારે બેંગાલ ૧૪.૨ ઓવરમાં ૮૩ રન નો ટાર્ગેટ આસાનીથી સર કર્યો હતો. આ સાથે જ ગોવા અને અરૂણાચલ પ્રદેશ વચ્ચેની મેચમાં ગોવાએ ૧૮૩ રન કરી ચાર પોઈન્ટ મેળવ્યા હતા.

આ મેચમાં અરૂણાચલ પ્રદેશે ટોસ જીતી ફિલ્ડીંગ લીધી હતી. ગોવાએ ૨૫૭ રન કર્યા જેમાં સંજુલા નાઈકે અણનમ ૯૧ રન પર બોલમાં કયા જયારે શ્રેયાએ ૭૯ રન અને નાબમ પપ્પુ અને રૂના સરકારે ૧-૧ વિકેટ લીધી .

ગોવા સામે અરૂણાચલ પ્રદેશ ૮ વિકેટના નુકશાન પર ૭૪ રનમાં જ સમેટાઈ ગયું હતુ.

જયારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ગ્રાઉન્ડ ૨માં ચોથી મેચ તમિલનાડુ અને મહારાષ્ટ્ર વચ્ચે રમાઈ હતી. જેમાં મહારાષ્ટ્રનો વિજય થયો હતો.

તમિલનાડુને ટોસ જીતી બેટીંગ લીધી હતી અને ૨૦ ઓવરમાં ૧૦૦ રન કર્યા હતા. જેમાં હૈમલતાએ ૩૩ બોલમાં ૩૧ રન, અનુષા એ ૧૬ રન કર્યા હતા. તેની સામે મહારાષ્ટ્રે ૧૦૨ રન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.