Abtak Media Google News

જયદેવ ઉનડકટે ૪ ઓવરમાં ૨૮ રન આપી ત્રણ વિકેટ ઝડપી

ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે સૈયદ મુસ્તક અલી ટ્રોફી ૨૦૨૦-૨૧ મેચનો ગઈકાલથી પ્રારંભ થયો છે. સૈયદ મુસ્તાક અલી ટી.૨૦ એલાઈટ ગ્રુપના ડે મેચ વચ્ચે સૌરાષ્ટ્ર ગોવા વચ્ચે રમાયેલા મેચમાં સૌરાષ્ટ્રનો ૯૦ રને વિજય થયો હતો. સૌરાષ્ટ્રને ૪ પોઈન્ટ મળ્યા છે.

સૈયદ મુસ્તાક અલી ટી.૨૦ ટ્રોફીના એલાઈટ ગ્રુપ -ડી મેચ સૌરાષ્ટ્ર ગોવા વચ્ચે ઈન્દોરનાં હોલકર સ્ટેડિયમ ખાતે રમાયો હતો ગોવાએ ટોસ જીતી ફિલ્ડીંગ ભરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના ભોગે ૨૧૫ રન બનાવ્યા હતા અવિ બારોટે ૫૩ બોલમાં ૭ છગ્ગા અને ૧૧ ચોકકા સાથે ૧૨૨ રન બનાવ્યાહતા સમર્થ વ્યાસે ૨૯ દડામાં ૪૧ રન બનાવ્યા હતા જેમાં ત્રણ છગ્ગા અને બે ચોકકા હતા પ્રેરક માંકડે ૧૨ દડામાં ૩ ચોગ્ગા સાથે ૨૦ રન બનાવ્યા હતા. પાર્થ ચૌહાણે ૯ દડામાં બે ચોગ્ગા સાથે ૧૩ રન બનાવ્યા હતા અશોક ડિંડાએ ૪ ઓવરમાં ૩૨ રન આપી બે વિકેટ લીધી હતી લક્ષ્ય ગર્ગે ૪ ઓવરમાં ૪૨ રન આપી એક વિકેટ લીધી હતી.મેચ જીતવા માટે ગોવાને ૨૧૬ રન કરવાની જરૂર હતી પણ ૧૮.૪ ઓવરમાં ૧૨૫ રનમાં જ આઉટ થઈ ગઈ હતી. કે.ડી. એકનાથે ૩૦ દડામાં ૩૨ રન કર્યા હતા. કેપ્ટન અમિત વર્માએ ૧૮ દડામા ૨૩ રન કર્યા હતા. આદિત્ય કૌશિકે ૨૨ રન કર્યા હતા. ચિરાગ જાનીએ ૩.૪ ઓવરમાં ૨૪ રન આપી ત્રણ વિકેટ લીધી હતી. સ્કીપર જયદેવ ઉનડકટે ૪ ઓવરમાં ૨૮ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. ચેતન સાકરીયાએ ૪ ઓવરમાં ૧૫ રન આપી બે વિકેટ ઝડપી હતી ધર્મેન્દ્ર જાડેજા અને પ્રેરક માંકડે એક એક વિકેટ લીધી હતી.

સૌરાષ્ટ્રની ટીમ ૧૧: જયદેવ ઉનડકટ (કેપ્ટન), અવિ બારોટ, અર્પિત વસાવડા, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રેરક માંકડ, સમર્થ વ્યાસ, સિધ્ધરાજસિંહ જાડેજા, હાર્દિક દેસાઈ (વિકેટકીપર) ચેતન સાકરીયા અને પાર્થ ચૌહાણ,

ગોવા-૧૧ ટીમ: અમિત વર્મા (કેપ્ટન), દીપરાજ ગોવનકર, લક્ષ્ય ગર્ગ, સ્નેહલ કૌવિનકર, સુયસ પ્રભુ દેસાઈ, અશોક ડિંડા, દર્શન મિસલ, મલિક સિરૂર, કે.ડી.એકનાથ (વિકેટ કીપર), આદિત્ય કૌશિક, વૈભવ ગોવેકર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.