સૌરાષ્ટ્રનાં ૮૧ ડેમો સતત બીજા વર્ષે છલકાયા

DCIM100MEDIADJI_0019.JPG

સૌરાષ્ટ્રના ડેમની હાલની સ્થિતિ

સૌરાષ્ટ્રમાં સિઝનનો ૧૫૦ ટકાથી પણ વધુ વરસાદ છતાં ડોંડી, બ્રાહ્મણી-૨, આજી-૪ અને ફલકુ ડેમ ઓવરફલો થવાના બાકી

રાજયમાં સતત બીજા વર્ષે મેઘરાજાએ જાણે કૃપા વરસાવી હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો આ વર્ષે ૧૫૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ તોફાની ઈનીંગ કરી છે ત્યારે અવિરત મેઘમહેરથી સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનાં ૮૧ ડેમો છલકાયા છે જોકે સૌરાષ્ટ્રમાં સિઝનનો ૧૫૦ ટકાથી પણ વધુ વરસાદ છતાં ડોંડી, બ્રાહ્મણી-૨, આજી-૪ અને ફલકુ ડેમ ઓવરફલો થવાના બાકી છે. ગયા વર્ષે પણ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વધુ વરસાદ થવાથી ડેમોમાં અવિરત પાણીનો પ્રવાહ આવતા ડેમો ઓવરફલો થયા છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ સિંચાઈ વર્તુળ એકમ હેઠળ આવતા ડેમોમાં ભાદર ડેમનો પાણીનો જથ્થો હાલ ૬૬૩૬, મોજ ડેમનો ૧૨૯૬, ફોફળ ડેમનો ૧૭૨૪, વેણુ-૨ ડેમનો ૬૬૪, આજી-૧ ડેમનો ૯૧૮, આજી-૨ ડેમનો ૭૩૩, આજી-૩ ડેમનો ૧૬૨૯, સોડવદર ડેમનો ૧૬૪, સુરવો ડેમનો ૪૮૩, ડોંડી ડેમનો ૫૭, ગોંડલી ડેમનો ૩૫૨, વાછપરી ડેમનો ૧૯૭, વેરી ડેમનો ૧૬૨, ન્યારી-૧ ડેમનો ૧૧૭૧, ન્યારી-૨ ડેમનો ૪૦૭, મોતીસર ડેમનો ૮૩, ફાડદંગબેટી ડેમનો ૧૯૦, ખોડાપીપર ડેમનો ૮૨, લાલપરી ડેમનો ૧૮૧, છાપરવાડી-૧ ડેમનો ૨૧૯, છાપરવાડી-૨ ડેમનો ૫૩૯, ઈશ્ર્વરીયા ડેમનો ૧૭૧, કરમાળ ડેમનો ૩૬૪, ભાદર-૨ ડેમનો ૧૪૭૮, કર્ણુકી ડેમનો ૨૯૩, મોરબી જિલ્લાનાં ડેમની વાત કરીએ તો મચ્છુ-૧ ડેમનો ૨૪૨૧, મચ્છુ-૨ ડેમનો ૨૯૭૦, ડેમી-૧ ડેમનો ૭૮૦, ડેમી-૨ ડેમનો ૭૦૩, ધોડાધ્રોઈ ડેમનો ૧૯૩, બંગાવડી ડેમનો ૧૨૭, બ્રાહ્મણી ડેમનો ૧૯૭૩, બ્રાહ્મણી-૨ ડેમનો ૩૩૪, મચ્છુ-૩ ડેમનો ૨૧૨, ડેમી-૩ ડેમનો ૨૯૯ મીટર કયુસેક ફુટ પાણીનો જળજથ્થો ડેમમાં સંગ્રહિત છે.

જામનગર જિલ્લાનાં સસોઈ ડેમનો ૧૩૪૧, પન્ના ડેમનો ૨૭૪, ફલઝર-૧ ડેમનો ૩૯૬, સપડા ડેમનો ૧૮૬, ફુલઝર-૨ ડેમનો ૧૦૦, વિજરખી ડેમનો ૩૪૩, ડાઈ મીણસર ડેમનો ૩૧૩, ફોફળ-૨ ડેમનો ૨૦૮, ઉંડ-૩ ડેમનો ૧૩૭, આજી-૪ ડેમનો ૯૭૫, રંગમતી ડેમનો ૧૧૩, ઉંડ-૧ ડેમનો ૨૩૨૯, કંકાવટી ડેમનો ૨૨૦, ઉંડ-૨ ડેમનો ૧૧૬૧, વાડીસંગ ડેમનો ૧૯૭, ફલઝર (કો.બા) ડેમનો ૫૭૫, રૂપાવટી ડેમનો ૯૩, રૂપારેલ ડેમનો ૧૩૨, ઉમિયા સાગર ડેમનો ૪૮, સસોઈ-૨ ડેમનો ૭૧ જયારે દ્વારકા જીલ્લાના સાની ડેમનો ૧૧, ઘી ડેમનો ૩૮૫, વર્તુ-૧ ડેમનો ૪૦૮, ગઢકી ડેમનો ૩૧૬, વર્તુ-૨ ડેમનો ૮૪૯, સોનમતી ડેમનો ૨૫૦, શેેઢા ભાડથરી ડેમનો ૧૭૬, વેરાડી-૧ ડેમનો ૨૨૩, સીંધણી ડેમનો ૨૮૧, કાબરકા ડેમનો ૧૪૪, વેરાડી-૨ ડેમનો ૩૩૮, મીણસાર (વાનાવડ) ડેમનો ૧૯૬ જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો-૧ ડેમનો ૪૬૭, વઢવાણ ભોગાવો-૨ ડેમનો ૬૪૧, લીંબડી ભોગાવો-૧ ડેમનો ૭૭૩, ફલકુ ડેમનો ૩૫૫, વાંસલ ડેમનો ૧૧૮, મોરસલ ડેમનો ૧૦૮, સબુરી ડેમનો ૧૩૨, ત્રિવેણી ઠાંગા ડેમનો ૧૦૪, લીંબડી ભોગાવો-૨ ડેમનો ૪૫૯, નિંભણી ડેમનો ૨૦૫, ધારી ડેમનો ૮૯ જયારે પોરબંદર જિલ્લામાં આવેલ સોરઠી ડેમનો ૨૪૭, અમરેલી જિલ્લામાં આવેલ સાકરોલી ડેમનો ૨૭૮ મીટર કયુસેક ફુટ પાણીનો જળજથ્થો ડેમમાં સંગ્રહિત છે. ચાલુ વર્ષે વધુ વરસાદ વરસતા સૌરાષ્ટ્ર સહિત રાજયભરના ડેમો છલકાઈ ગયા છે. ડેમો છલકાતા જિલ્લા તાલુકાનાં ચેકડેમોમાં પણ પાણીની આવક થતા આ વર્ષે ખેડુતોને શિયાળુ પાકમાં પાણીનો પ્રશ્ર્નો ઉદભવશે નહીં. ડેમો છલકાતા જગનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

Loading...