Abtak Media Google News

યુનિવર્સિટી રોજગાર સલાહકાર સમિતિની બેઠક મળી: આગામી દિવસોમાં રોજગાર મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘યુનિવર્સિટી રોજગાર સલાહકાર સમિતિની’ બેઠક સૌરાષ્ટ્ર કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મીટીંગમાં યુવાનોને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ય બને તે માટે કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.

કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા આગામી સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ‘રોજગાર મેળા’નું આયોજન કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ રોજગાર મેળામાં અંદાજીત ૫૦,૦૦૦ી વધુ યુવાનો ભાગ લે તે અનુસારનું આયોજન હા ધરવા નિર્ણય કરવામાં આવ્યો હતો અને ‘રોજગાર મેળા’માં સંપૂર્ણ સહયોગ કરવા અને વધુમાં વધુ યુવાનોને રોજગારી પ્રાપ્ત બને તે માટે સંપૂર્ણ સહયોગ કરવા ર્એ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના એકઝીકયુટીવ કમિટીના સભ્યા નૌતમભાઈ બારસીયાએ ખાતરી આપેલ હતી. આ ઉપરાંત આગામી એપ્રિલ માસમાં ભારતીય સૈન્ય દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભરતી મેળશનું આયોજન કરવામાં આવેલ છે.

આ સૈન્ય ભરતી મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી અંદાજીત ૪૫૦૦૦ યુવાનો ભાગ લે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિર્દ્યાથીઓને ફીલ્ડ વિશેનું માર્ગદર્શન મળી રહે અને ઓન ધ ફીલ્ડ કેવા પ્રકારના અનુભવો થાય અને ઈન્ટર્વ્યુમાં કેવા પ્રકારની અપેક્ષાઓ રાખવામાં આવે છે તે અંગે માર્ગદર્શન અને મોટીવેશનલ સ્પીચ આપવા માટે પણ જુદી જુદી ઈન્ડસ્ટ્રીઝમાં તજજ્ઞ ઉદ્યોગપતિઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેલ અને ઈન્ડસ્ટ્રીયલ ઈન્સ્ટીટયૂશન ઈન્ટરેકશન સેલના નેજા હેઠળ બોલાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝ અંગે પ્રામિક અને પ્રેકટીકલ જ્ઞાન આપવા “બ્રીજ કોર્ષ’ ઘડી કાઢવામાં આવશે અને તેની ક્રેડીટ પણ વિર્દ્યાથીઓને તેની માર્કશીટમાં આપવામાં આવશે. બેઠકમાં સિન્ડિકેટ સભ્ય ડો.આર.ડી.વાઘાણી, કુલસચિવ ડો.ધીરેન પંડયા, ડો.નિકેશ શાહ, ડો.હિતેશ શુકલ અને મનીષાબેન ઉપસ્તિ રહ્યાં હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.