Abtak Media Google News

લાયન્સ કલબ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છના ગવર્નર પદે પસંદગી પામેલા ચંદ્રકાંતભાઈએ કલબના વિશ્વ પ્રમુખો તરફ થી ૪ વખત ગોલ્ડમેડલ મળ્યા છે

એક માણસ હોવાથી પ્રથમ ઓળખ લાયકાત કે ધર્મ એ છે કે, તે અન્ય માણસને કામ આવે, સમાજને સમર્પિત થવાની નિ:સ્વાર્થ ભાવના સાથે માનવીના દુ:ખોના સહભાગી બની એકબીજાને ઉપયોગી બને, પોતાને ઇશ્વરે જે પણ શક્તિ આપી હોય તનની શક્તિ હોય મનની શક્તિ હોય, કે ધનની શક્તિ હોય તેનો સદઉપયોગ કરી રચનાત્મક વિચારધારા સાથે સર્વેનું કલ્યાણ થાય તેવી ઉત્તમ ભાવના સાથે સમાજ રાષટ્રના નિર્માણમાં એક ઉદાહરણરૂપ કાર્ય કરે છે. આ શબ્દો છે એક મોરબીના મુઠી ઉચેરા માનવી ચંદ્રકાંતભાઇ દફતરીના જે માત્ર બીજાને જ અન્યને ઉપયોગી થવાની સલાહ નથી આપતા પરંતુ પોતે પણ અનેક જાતની સેવાકીય સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે તેમની સૌરાષ્ટ્ર કચ્છના ગવર્નર તરીકે પસંદગી થતા મોરબીનું ગૌરવ વધ્યું છે.

તેઓનો પરીચય આપવામાં આવે તો તેઓ મોરબીના વતની છે. તેઓના જીવનમાં આગમ દિવાકર પૂજ્ય જનકમુનિ મહારાજની ઉંડી છાપ પડેલ છે. તેઓએ સામાન્ય જનતાને ઉપયોગમાં આવે તેવી સાર્વજનિક હોસ્પિટલ વિસાવદરમાં સ્થાપેલ છે. તથા રાજકોટ ખાતે જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થનીં સ્થાપના કરેલ છે. પૂજ્ય જનકમુનિ  જરૂરિયાતમંદ લોકોને અનાજ-કપડા અભ્યાસની ફી ચોપડા, દવાઓ માટે હરહમેંશ તૈયાર રહેતા તે પ્રણાલિકા અનુસાર દફતરીનો આ સેવાયજ્ઞ આજે પણ ચાલુ છે. ચંદ્રકાંતભાઇએ  મોરબીમાં ગંગા સ્વરૂપસહાય સમિતિની રચના કરી છેલ્લા ૮ વર્ષથી ૧૧૦૦ થી વધુ વિધવા બહેનોને દર મહિને અનાજ, કપડા, મીઠાઇ, સાડી વગેરે આપી રહ્યા છે.

કીડની ડાયાલીસીસના દર્દીઓનું પ્રમાણ વધારે છે. ત્યારે મોરબીમાં સ્વામીનારાયણ મંદિર શનાળા રોડ જીઆઇડીસી પાસે હોસ્પીટલમાં ડાયાલીસીસ સેન્ટર ઉભુ કરવામાં આવેલ છે. ચંદ્રકાંતભાઇ દફતરીએ અથાગ પ્રયત્નો કરી મોરબીમાં ૧૨ વર્ષ પહેલા ઇલેક્ટ્રીકટ/ગેસ સ્મશાનગૃહ લીલાપર રોડ ઉપર સ્થાપના કરેલ છે જેમા રૂ. ૩૫ લાખનું અનુદાન મેળવી ૧ કરોડના ખર્ચે અદ્યતન રમશાનનું નિર્માણ કરેલ છે. ચંદ્રકાંત દફતરી લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સાથે છેલ્લા ૩૦ વર્ષથી જોડાયેલા છે. ૩૦ વર્ષ દરમિયાન મોરબી શહેરને અનેક ઉપયોગી કાર્યો કરી આપેલ છે. હાલમાં ગુજરાતમાં જન્મથી ૬ વર્ષ સુધીના બહેરા-મુંગા બાળકોને સાંભળતા બોલતા કરવાના પ્રોજેક્ટ તન મનઅને ધનથી કરી રહ્યા છે. ૧૦-૧૨ લાખમાં એક ઓપરેશન થાય તેવા ૪૦૦ થી વધુ ઑપરેશનો કરી અંદાજે ૪૦ કરોડનો ખર્ચ બચાવી લેવાનું ઉમદા કાર્ય પુરૂ પાડેલ છે. તેઓ એક આંખ કાણી હોય તેવી વ્યકિતોને કૃત્રિમ આંખ બેસાડી આપવાનું કાર્ય કરી રહયા છે.ચંદ્રકાંત દફતરીની સેવાકીય કાર્યોની નોંધ લઇને લાયન્સ કલબ ઇન્ટરનેશનલના વિશ્વ પ્રમુખો દ્વારા ૪ વખત ગોલ્ડ મેડલથી નવાજવામાં આવેલ છે. તેઓનું ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા પણ જાહેર સન્માન કરવામાં આવેલ છે. ચંદ્રકાંત દફતરી હાલ લાયન્સ કલબ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર અને કચ્છના ગવર્નર તરીકે સીલેકટ થયા છે.૧ જુલાઇ ૨૦૧૮થી તેઓ ગવર્નર પદને શોભાવશે.

ચંદ્રકાંત દફતરી દ્વારા ૧ જુલાઇથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૦ હજારથી વધુ વિધવા બહેનોને દર માસે અનાજ આપવામાં આવશે. ૧૦૦૦થી વધુ કાણી આંખવાળી વ્યક્તિઓને આર્ટિફિશિયલ આઇ ઇમ્પ્લાન્ટ કરી આપવામાં આવશે. ૫૦,૦૦૦ વધુ લોકોને આંખની તપાસ કરી અને ૫૦૦૦ થી વધુ મોતીયાના ઑપરેશનો કરાવી આપવામાં આવશે. સમગ્ર ગુજરાતમાંથી જન્મજાત બહેરા મુંગા ૬ વર્ષથી નાના ૫૦૦ જેટલા બાળકોને શોધી અને તેને સાંભળતા-બોલતા કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવશે. ૩૦૦૦૦ થી વધુ વ્યક્તિઓના ડાયાબીટીસ ચેકઅપ કરવામાં આવશે. ૧,૫૦,૦૦૦ થી યુવાનોના થેલેસેમિયા ચેકઅપ કરવામાં આવશે. ૫૦૦૦ બોટલ બ્લડ  એકઠું કરવામાં આવશે. આ ઉપરાંત કીડની ડાયાલીસીસ, કેન્સર જેવા જીવલેણ રોગો ઉપર પુરતું ધ્યાન આપવામાં આવશે.

ઉપરોક્ત કાર્યવાહી કરવા માટે રાજકોટ ખાતે મળેલ સૌરાષ્ટ્ર અને કચ્છના અધિવેશનમાં  ચંદ્રકાંત દફતરીએ તેમની કેબીનેટમાં ૩૦૦ થી વધુ ચેરમેનોની નિથુક્તી કરી અને માનવ તથા પ્રાણી સેવાના તમાંમ કાર્યોને આવરી લીધેલ છે. લાયન્સ પરીવારમાં જબરજસ્ત ઉત્સાહનું વાતાવરણ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.