Abtak Media Google News

સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડો.કૃતાર્થ કાંજીયાની સેવા ઉપલબ્ધ

સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને હવે અમદાવાદ-મુંબઈ કે અન્ય મોટા શહેરોમાં દોડવું નહીં પડે. ઘર આંગણે તાવ અને ઈન્ફેકશન રોગોના નિષ્ણાંતની સેવા રાજકોટમાં જ મળી રહેશે. રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના સૌપ્રથમ તાવ અને ઈન્ફેકશન રોગોના નિષ્ણાંત ડો.કૃતાર્થ કાંજીયાની સેવા ઉપલબ્ધ છે. રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડિરેકટર ઘનશ્યામ ગુસાણીના જણાવ્યા પ્રમાણે, મુંબઈની ધીકતી કમાણી છોડીને માદરે વતન દર્દીઓની સેવા માટે રાજકોટ ખાતે ડો.કૃતાર્થ કાંજીયા આવી ગયા છે. અત્યાર સુધી રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઈન્ફેકશન નિષ્ણાંત નહોતા. જેના કારણે ઈન્ફેકશનની બિમારીમાં અમદાવાદ કે અન્ય મોટા શહેરોમાં સારવાર માટે જવુ પડતું હતું. પરંતુ હવે આવા કોઈ દર્દીઓએ બહાર જવુ નહીં પડે. ઘર આંગણે જ સારવાર મળશે. રાજકોટ સ્ટર્લિંગમાં ડો.કૃતાર્થ કાંજીયા જોડાઈ ગયા છે.

ઈન્ફેકશન રોગોના નિષ્ણાંત ડો.કૃતાર્થ કાંજીયાના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી આવતો તાવ, ટીબી, એચ.આઈ.વી, એઈડસ, ન્યુમોનિયા, આઈસીયુમાં થતા ઈન્ફેકશન, ઓપરેશન પછીના ઈન્ફેકશન, મગજ, હૃદય, હાડકા અને સાંધા તથા કરોડરજજૂના ઈન્ફેકશન, કેન્સરના દર્દીમાં કીમોથેરાપી પછી થતા ઈન્ફેકશન, વાઈરલ ઈન્ફેકશન જેવા કે કોરોના, સ્વાઈન ફલુ, ચિકનગુનિયા, ઝેરી કમળો, ડેન્ગ્યુ, હર્પીસ વગેરે જેવા રોગોમાં ઈન્ફેકશનના નિષ્ણાંત ડોકટરની જરુર પડતી હોય છે. આ ઉપરાંત કિડની, લીવર અને બોનમેરો ટ્રાન્સ પ્લાન્ટ પછી થતા ઈન્ફેકશન તથા જટિલ બેકટરિયલ અને ફૂગથી થતા ઈન્ફેકશન માટે પણ ઈન્ફેકશનના નિષ્ણાંત ડોકટરની સારવારની જરુર પડે છે.

વધુમાં ડો.કૃતાર્થના જણાવ્યા પ્રમાણે કોઈપણ દર્દીને તાવ આવતો હોય ત્યારે આ તાવ ખરેખર ઈન્ફેકશનથી છે કે નહીં અને જો તે ઈન્ફેકશન હોય તો તે કઈ જગ્યાએ છે અને કયાં જાતના જંતુ દ્વારા થયું છે તે જાણ્યા પછી જ તેની સારવાર કરવાની હોય છે. જાણ્યા સમજયા વગર એન્ટીબાયોટિકનો ઉપયોગ શરીર માટે હાનિકારક છે. આ ઉપરાંત કોરોનામાં પણ આપવામાં આવતી સ્ટીરોઈડની દવાઓ ડોકટરના માર્ગદર્શન હેઠળ લેવી જોઈએ. વધુ પડતા સ્ટીરોઈડના ઉપયોગથી ડાયાબિટીસ, ઈન્ફેકશન અને હાડકા નબળા પડવાની શકયતા વધી જાય છે. આ ઉપરાંત દરેક પુખ્ત વયની વ્યકિતઓએ વર્ષમાં એકવાર સ્વાઈન ફલુની રસી તથા ડાયાબિટીસ, અસ્થમા, કિડની તથા લીવરના દર્દીઓએ ન્યુમોનિયાની રસી લેવી જરુરી હોય છે. આ રસી લેવાથી ગંભીર ન્યુમોનિયા થવાની શકયતા ઘણી ઓછી થઈ જાય છે. આ ઉપરાંત જે વ્યકિતઓને નાનપણમાં અછબડા ન થયા હોય તેમને વેરીસેલાની રસી લેવી જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.