Abtak Media Google News

ગુજરાતી અંગ્રેજી માધ્યમની પ્રા.શાળા શરૂ કરવા ટપુલાલ ભગવાનજી મહેતા ચેરી. ટ્રસ્ટ દ્વારા દાનની જાહેરાત: શહેરને મળશે કવોલીટી એજયુકેશન આપતી પ્રાથમિક શાળા

૧૯૦૦ની સાલમાં સ્થપાયેલી ગુજરાતની પ્રાચીનતમ શિક્ષણ સંસ્થા સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ગુજરાતની શૈક્ષણીક રાજધાની રાજકોટમાં સતત પ્રગતિ સાથે પ્રદાન કરી રહેલ છે ત્યારે તેમાં ફરી નવા પ્રાણ ફૂંકાય તેવા ઉજળા સમાચાર રાજયને પ્રાપ્ત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડ અને સૌરાષ્ટ્ર રાજયના પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર જે શાળામાં ભણ્યા છે તે ગૌરવ ધરાવતી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ રાજકોટના કાલાવડ રોડ પર ૩ એકર જેટલા વિશાળ પરીસરમાં હાલ પ્રવૃત્તિઓથી ધમધમી રહી છે. સૌરાષ્ટ્રની એકમાત્ર અંગ્રેજી માધ્યમ બી. એડ કોલેજ, ગ્રાન્ટેડ ધો.૯ થી ૧૨ સુધીની હાઈસ્કુલ, ક્રિકેટ એકેડેમી અને ફૂટબોલ ટ્રેનીંગ સેન્ટરથી કાર્યરત સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ૨૦૨૦ના શૈક્ષણીક વર્ષથી પ્રાથમિક શિક્ષણનો આરંભ કરવા જઈ રહેલ છે. આ શકયતા માટે નિમિત બનવાનું શ્રેય રાજકોટના જૈન મહિલા સેવક મંજુલાબેન મહેતાને જાય છે.

Saurashtra-Highschool-Will-Live-A-Grand-Past-Young-Trustees-2-25-Crore-Donation-By-Manjulaben-Mehta
saurashtra-highschool-will-live-a-grand-past-young-trustees-2-25-crore-donation-by-manjulaben-mehta

સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે ૨૦૨૦ના જૂનથી ગુજરાત માધ્યમની પ્રાથમિક શાળા અને ૨૦૨૧ના જૂનથી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ કરવા માટે રૂપીયા સવા બે કરોડનું કોર્પસ ફંડ દાન પેટે આપવાનું મંજુલાબેન મહેતા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Saurashtra-Highschool-Will-Live-A-Grand-Past-Young-Trustees-2-25-Crore-Donation-By-Manjulaben-Mehta
saurashtra-highschool-will-live-a-grand-past-young-trustees-2-25-crore-donation-by-manjulaben-mehta

સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટ વતી સીનીયર ટ્રસ્ટીઓ ઈન્દુભાઈ વોરા અને જયંતીભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના પ્રમુખ ડો. ઈલા વછરાજાની અને મેનેજીંગ ટ્રસ્ટી ડો. નિદત બારોટ દ્વારા નવા પ્રયાણ માટેની દરખાસ્તને આખરી ઓપ આપવામાં આવ્યો અને ટી.બી. મહેતા ટ્રસ્ટ સાથે સઘન સંકલન સાધવાનું કામ સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટના યુવાન ટ્રસ્ટીઓ મુકેશ દોશી અને ડો. હરદેવસિંહ જાડેજા દ્વારા પાર પાડવામા આવ્યું. સૌરાષ્ટ્ર હાઈસ્કુલના અગણિત ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અનેક શુભેચ્છકો માટે આ માતબર દાનના સમાચાર એક આશાનું નવું કિરણ લઈને આવે છે.ત્યારે આગામી દિવસોમાં આ શુભચેષ્ટાને વધાવવા અને સૌ દાનવીરોને સન્માનવા માટેંનું આયોજન પણ શરૂ કરવામાં આવ્યું છે.

પ્ર.જે-તે સમયે શહેરની ન.૧ સ્કુલને આપના સુકાન થકી કેવી જોઈ રહ્યો છો?

જ. અમને આનંદ છે ટ્રસ્ટીઓએ અમારા પર વિશ્વાસ મૂકયો મંજુલાબેન મહેતાના માતબર અનુદાનથી સૌરાષ્ટ્ર હાઈસ્કુલનો ભવ્ય ભુતકાળ ફરી વખત જીવંત કરવા અમારા પ્રયત્નો છે. અમે ૨૫૦૦૦થી વધુ લોકોને મુલાકાત કરાવી છે અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કર્યું છે.

પ્ર. દાતાઓના માતબર અનુદાનથી હવે કઈ કઈ પ્રવૃત્તિઓ સ્ટાર્ટ થશે?

જ. દાતાઓએ દાન આપવા બહુ મોટો અભ્યાસ કર્યો છે. અને તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અહી સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ કરતા સારૂ ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્પોર્ટસ ગ્રાઉન્ડ વિદ્યાર્થીને મળશે અને બાળકોનાં સર્વાંગી વિકાસ માટે જ હાઈસ્કુલ કામ કરશે. હાલ ૭૦૦થી વધુ દિકરીઓ ભણે છે.

પ્ર.શુ ફરી વખત ટ્રસ્ટીશીપની ભાવના જાગૃત થઈ રહી છે?

જ. આજે સમાજના ઘણા લોકો આવી સ્કુલ માટે ઈચ્છા ધરાવે છે જેથી સ્કુલનું ભવિષ્ય ચોકકસ ઉજળુ જણાય છે પહેલાની ટ્રસ્ટીશીપની સ્કુલો માટે જૂના લોકો નવી દોડમાં પોતાની જાતે સમાવી ન શકયા તેથી જ ખાનગી સ્કુલો અસ્તિત્વમાં અવી પરંતુ હવે આવી સ્કુલોનું ભવિષ્ય સારૂ છે.

પ્ર.સરકારે ટ્રસ્ટીશીપની શાળાને વધુ સારૂ પ્લેટફોર્મ આપવા તમારા શું સુચનો છે?

જ. આ માટે સરકારે સમાજના શ્રેષ્ઠીઓ, અધિકારીઓ, મીડીયાને ઈનવોલ્વ કરવા જોઈએ એટલે કે આ લોકો પોતાની નોકરી પહેલા આવી સ્કુલોની મુલાકાત લે. જુદી જુદી શાળાઓમાં જાય, પ્રવેશોત્સવને બદલે મુલાકાત પણ કાફી બની રહે, ટુંકમાં સરકારી કામને બદલે તંત્ર શાળામાં જાય તે વધુ સારૂ રહેશે.

પ્ર.ટ્રસ્ટીશીપથી શાળા ચલાવતા હોય તે માટે સરકારે શું કરવું જોઈએ ?

જ. સરકાર દ્વારા ઉદ્યોગ નિગમ ચાલે છે બધા ઉદ્યોગો માટે કેટલુંક ફઠડ સીએસઆર એટલે કે પુજાની એકિટવીટી માટે વાપરવાનું હોય છે જે બાદ પણ મળે છે. જો પ્રોપર ચેનલ ગોઠવવામાં આવે તો વધુ દાન પણ મળી શકે. અત્યારે ઘણુ દાન વિદેશની યુનિવર્સિટીઓ, શાળાઓમાં જાય છે. પરંતુ યોગ્ય ચેનલ ગોઠવાઈ તો મંદિરોમાં જેટલુ દાન અપાઈ છે તેટલુ શિક્ષણમાં પણ ચોકકસ મળી શકે.

પ્ર. આજે ઈગ્લીશ મીડીયમ જરૂરી છે, તો ભવિષ્યમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં આ માટે શું પ્લાનીંગ છે ?

જ. આજે વિદ્યાર્થીઓ વૈશ્ર્વિક લેવેલની ચેલેન્જ માટે અંગ્રેજી જરૂરી માને છે. પરંતુ વાલીઓમાં અંગ્રેજી માધ્યમની હોડ લાગી છે. જે ગુજરાતી માધ્યમમાં સારૂ અંગ્રેજી ભણાવવામાં આવે તો એ શ્રેષ્ઠ ઉપાય છે. સૌરાષ્ટ્ર હાઈસ્કુલ બી.એડ કોલેજનં સારા તાલીમાર્થીઓને લઈ અંગ્રેજી શિક્ષણ આપશે.

પ્ર. ખૂણે-ખૂણામાં ફેલાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કઈ રીતે જોડશો?

જ. શહેરનો એક પણ વોર્ડ એવો નહિ હોય જયાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલનો વિદ્યાર્થી ન હોય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંકલન ઓછુ થયું છે. પરંતુ છેલ્લા છ મહિનાથી અમે ઓનલાઈન જોઈન્ટ થવાની વ્યવસ્થા કરી છે. અને સંકલન સાધી આગામી ૧૫ મી ઓગષ્ટે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવવાનું આયોજન છે.

પ્ર.શિક્ષણની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે લોકોનો શુ પ્રતિભાવ?

જ. જો સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ તો વધુમાં વધુ લોકો શૈક્ષણિક માળખુ જોવે, મુલાકાત લે, તેમનો અનુભવ બીજી પાંચ વ્યકિતને જણાવે તે માટે પણ અમારા પ્રયત્નો છે.

પ્ર. હાલ ટ્રસ્ટીઓની ટીમ કેવી રીતે કાર્ય કરે છે?

જ. ટ્રસ્ટીઓએ પણ પોતાની ઈચ્છા અનુસાર નવી ટીમ પણ વિશ્વાસ મૂકયો છે. અને સુકાન સોંપ્યું છે. કારણ કે પબ્લીક ટ્રસ્ટમાં જયાં સુધી નવી ટીમ આવે નહિ ત્યાં સુધી યોગ્ય કારભાર ચાલે નહિ જુના લોકોની પણ ઘણી મર્યાદાઓ છે તેઓની ઉમર, જમાના સાથે દોડવાની કામ કરવાની ક્ષમતામાં મર્યાદા રહે છે. તેથી અત્યારે અમો જુની નવી ટીમ સાથે મળી સયોગ સાધી કામ કરી રહ્યા છીએ.

પ્ર. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સારામાં સારૂ શિક્ષણ મેળવે તે માટે શું આયોજન ?

જ. શહેરનાં વિદ્યાર્થીઓ માટે જો દતક યોજના શરૂ થાય તો સંસ્થા વધુ સારી રીતે ચાલી શકે. આજે ટ્રસ્ટનો રોકડા રૂપિયાનો બિલકુલ ઉદેશ્ય નથી. પરંતુ સમાજના ૩૦-૪૦ દાતાઓ, શ્રેષ્ઠીઓ ૫-૧૦ની સંખ્યામાં જરૂરતમંદ વિદ્યાર્થીનો વાર્ષિક ખર્ચ ઉપાડે અને દતક લેતે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.